________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથવસ છે
શ્રીમાનહેમચંદ્રસૂરિ શ્રી વીરભગવાનના ચરિત્રની વ્યાખ્યા
* કરતા હતા, તે પ્રસંગે દેવાધિદેવની પ્રતિમાનું વૃઉદાયનરાજા. તાંત શ્રી કુમારપાલભૂપાલ પ્રત્યે કહેવા લાગ્યા,
શ્રીમહાવીરભગવાન પ્રથમ રાજગૃહનગરમાં સમવસર્યા, જગમતીથની માફક તેમને જોઈ લેકે બહુ આનંદમય થયા. તે રાજગૃહનગરમાં શ્રેણિકરાજાને પુત્ર અભયનામે મહામંત્રી હતા, તેણે પ્રભુને વંદન કરી પૂછ્યું કે હે ભગવન? અંતિમછેવટને રાજર્ષિ કેણુ થશે ? પ્રભુએ કહ્યું, ઉદાયનરાજા થશે, ફરીથી મંત્રીએ પૂછ્યું, તે કણ અને કેવી રીતે થશે? ત્યાર આદ શ્રીવીરભગવાને તેનું ચરિત્ર કહેવાને પ્રારંભ કર્યો. સિંધુસૈવીર દેશના મધ્યભાગમાં વીતભય નામે ઉત્તમ નગર
.. છે. કેઈપણ પ્રકારનો ભય નહી હોવાથી જેનું વીતભયનગર- નામ યથાર્થ રીતે શોભે છે. તેમજ – रात्रौ यत्र जिनेंद्रमन्दिरशिरःकल्याणकुंभावली,
दिक्शाखाविततस्य नीलिमगुणाऽऽविर्भूतपत्रस्थितेः । हर्षस्फारकतारकव्यतिकरप्रोद्यत्प्रसूनछूते
व्योमद्रोः परिपाकपिङ्गलफलपागल्भ्यमभ्यस्यति ॥१॥ “જે નગરની અંદર રાત્રીએ શ્રીજીનેંદ્રભગવાનના મંદિરના શિખરેપર રહેલી સુવર્ણ કળશની શ્રેણી, દિશાએરૂપી શાખાએથી વિસ્તાર છે જેને, નીલ ગુણરૂપી પ્રગટ છે પત્ર સ્થિતિ જેની, અને આનંદ કારક તારાઓના સમૂહરૂપ વિકસ્વર પુષ્પની કાંતિ છે જેની એવા આકાશરૂપ વૃક્ષનાં પાકવાથી પીળાં ફલેની
For Private And Personal Use Only