________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૦)
શ્રીકુમારપાળચરિત્ર,
તે ખરેખર દેહાદિકવડે થાય છે, માટે મન, વચન અને કાયાવરે અવશ્ય ત્યાગવા લાયક તે દૈહાર્દિકના હું ત્યાગ કરૂ છું. એમ કર્યો બાદ રાજર્ષિએ ચિત્તને સાવધાન કરી શુભધ્યાનવડે પ્રપ્ત ચરહિત પંચપરમેષ્ઠિના નમસ્કાર–નવકાર મંત્રનું સ્મરણ કર્યું .
સ્મરણ
tr
પછી રાજર્ષિ–શ્રીકુમારપાલ પોતે સમાધિસ્થ થયા. પેાતાના હૃદયમાં સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રગુરૂ અને રાજર્ષિ સ્વર્ગવાસ, પાપરૂપી મષીને પ્રક્ષાલન કરવામાં જળસમા હેમણે કહેલા ધર્મનું સ્મરણ કરી શ્રીકુમારપાલભૂપતિ વિષની લહરીથી પ્રગટ થયેલી મૂર્છાવડૅ કાલ કરી વિક્રમ સંવત્ (૧૨૩૦) માં વ્યતરે દ્રપણે ઉત્પન્ન થયા. શ્રીકુમારપાલભૂપતિને સ્વર્ગવાસ થવાથી તેમના સર્વ પરિવાર ખિન્ન થઇ ગયે.. સૂર્યના અસ્ત થવાથી કમલાકર-કમલસમૂહ વિકસ્વર કાંથા રહે ? ” મ્હાટી રૂઢિવડે રાજના સંસ્કારવિધિ કરીને અજય પાલ વિગેરે તેમના ભત્રીજાઓએ સર્વ ક્રિયાઓ કરી. ત્યાર માદ તેવા ઉત્તમ પ્રકારના ધાર્મિક ગુર્જરેશ્વરની વિપત્તિથી ખિન્ન થયાં છે મન જેમનાં અને જેમના ગુણુ ગૈારવનું વારંવાર સ્મરણ કરતા ઉત્તમ કવિઓએ કાવ્ય રચના કરી. જેમકે;~~ क्षीणो धर्ममहोदयोsa करुणा प्राप्त कथा शेषतां, शुष्का नीतिलता विचारसरणिः शीर्णा गता साधुता । औचित्यं च परिच्युतं जिनमतोल्लासः क्रशीयानभू
""
च्छ्री चौलुक्य महीपतौ क्षितितलात् स्वर्लोकमा सेदुषि ॥ १ ॥
“ આજે શ્રીકુમારપાલભૂપતિ ભૂતલના ત્યાગ કરી સ્વર્ગ લાકમાં પધાર્યા, જેથી ધર્મોના મહાય ક્ષીણ થયા, કરૂણા-દયા નામ માત્ર થઇ ગઇ, નીતિરૂપલતા–વેલી સુકાઈ ગઈ, વિચાર
For Private And Personal Use Only