________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમસર્ગ.
(૫૬૯)
છું. ત્રપણુમાં તેમજ તિર્ય, નરક, નર અને દેવતાઓના ભવમાં રહી હે જે જીવને દુઃખ આપ્યું હોય તે પ્રાણીઓ હારી ઉપર ક્ષમાવાન થાઓ દુર્વાજ્યાદિક કહેવા વડે સંઘને વિષે જે કંઈ પ્રાણીઓને મહું પીડા કરી હેય હેમને હું હાથ જોડી ત્રિકરણ શુદ્ધિ-મન, વચન અને કાયાવડે ખમાવું છું. સર્વ જીવ જાતિઓમાં ભ્રમણ કરતા હું મન, વચન અને કાયાવડે જે કંઈ પાપ કર્યું હેય તે હુને મિથ્યા દુષ્કૃત થાઓ, દાક્ષિણ્યવડે અથવા લેભવડે અન્યને જે મહે મૃષા ઉપદેશ કર્યો હોય તે સર્વ હારૂં મિથ્યા થાઓ, પ્રમાદાદિકના ગવડે ધર્મકાર્યમાં મહું જે બલ છુપાવી રાખ્યું હોય તે સંબંધી મિથ્યા દુષ્કૃત થાઓ. ચરણાદિકના સ્પ
વડે પ્રતિમા પુસ્તકાદિકની જે આશાતના થઈ હોય તે સર્વ આશાતના નાશ પામે. એ પ્રમાણે ક્ષમાપના વડે સ્નાન વડે જેમ સર્વથા વિશુદ્ધ છે
આત્મા જેને એવા શ્રી કુમારપાલરાજર્ષિએ અનશનવ્રત. અનશન ગ્રહણ કર્યું. પછી હેણે કહ્યું કે, ન્યાય
માર્ગ વડે ધન સંપાદન કરી સાત ક્ષેત્રમાં જે કંઈ પણ મહે વાગ્યું હોય તે પુણ્યની હું અનુમોદના કરું છું. સદ્દ દેવ અને ગુરૂની પૂજાઓ વડે તેમજ અમારિકરણ અને નિપુત્રક વિધવાઓના ધનની મુકિતવડે જે પુણ્ય ઉપાર્જન કર્યું હોય હેનું હું સ્મરણ કરું છું. પાપને દૂર કરનારી શત્રુંજયાદિક તીર્થોની યાત્રાઓ કરી જે પુણ્ય મહે મેળવ્યું હોય તેની હું ભાવના કરૂ છું. તીર્થકર ભગવાન, સિદ્ધ ભગવાન, સાધુ અને ધર્મ એ ચારે હારું શરણ થાઓ, તેમજ તે જગત્ પૂજ્ય ચારે
હારા મંગલ રૂપ થાઓ. ચૈતન્યમય સ્વરૂપ ધારી આ મહારો આત્મા જ હારો છે. આ સર્વે દેહાદિક ભાવ સાંગિક હેવાથી પૃથક–ભિન્ન છે, આ લોકમાં જીવોને જે દુ:ખ થાય છે
For Private And Personal Use Only