________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૬૮) શ્રી કુમારપાળચરિત્ર. તેષિક આપ્યું. પછી તે જ સમયે ભૂપતિએ સર્વ માં નિરંતર પૂજાઓ પ્રવર્તાવી તેમજ સાધર્મિક સેવા અને દીનાદિકને અન્નાદિકદાનની પ્રવૃત્તિ કરાવી. રાજર્ષિ–શ્રીકુમારપાલે રામચંદ્ર મુનીશ્વરને બોલાવ્યા,
તેમણે અંતિમ આરાધના કરવાને વિધિપૂર્વક અંતિમ ક્ષમાપના. પ્રારંભ કર્યો, સૂર્યના બિંબ સમાન તેજસ્વી
શ્રીજીનેંદ્ર ભગવાનની મૂર્તિ પોતાની આગળ સ્થાપન કરી વિધિ પ્રમાણે પૂજન કરી વારંવાર નમસ્કાર કર્યો, શ્રી જીતેંદ્ર ભગવાનને સાક્ષીભૂત કરી શ્રીમાન કુમારપાલભૂપતિએ પાપ પ્રક્ષાલનની ઈચ્છાથી શુદ્ધ મનવડે મુનિની આગળ કહ્યું કે, જન્મથી આરંભી આજ સુધી સ્થાવર અને ત્રસ પ્રાણીઓને જે કાંઈ પણ હે વધ કર્યો હોય તે તેની હું વારંવાર ક્ષમા માગું છું. સ્વાર્થ અથવા પરાર્થ વડે સ્કૂલ કે, સૂક્ષ્મ જે કંઇ અમૃતવચન બલવામાં આવ્યું હોય તેનું હું અતિ યત્નથી મિથ્યા દુષ્કૃત માગું છું. નીતિ કિંવા અનીતિ વડે પારકું ધનાદિક દ્રવ્ય જે આપણા વિનાનું મોં લીધું હોય ત્યેને હું નિરપેક્ષ બુદ્ધિએ ત્યાગ કરૂં છું. પિતાની અથવા પર સ્ત્રી સાથે જે હે મૈથુન સેવ્યું હેયકિંવા જે દિવ્યભેગનું ચિંતવન કર્યું હોય ત્યેની હું વારંવાર નિંદા કરૂં છું. ધન, ધાન્ય, ક્ષેત્ર, ગૃહ, સુવર્ણ, દાસ અને અધાદિકમાં અધિક વૃદ્ધિ પામેલી તૃષ્ણને હું એકાગ્ર મનથી ત્યાગ કરૂં છું. જન્મથી આરંભી મહેં રાત્રીએ જે ભેજનાદિક કર્યું હોય તેમજ અભક્યનું ભક્ષણ કર્યું હોય તે સર્વ ગહિતની હું નિંદા કરૂં છું. તેમજ દિગ્યિરત્યાદિકમાં અને સામાયિકાદિકમાં હે જે અતિ ચાર કર્યો હાય હેમનો હું ફરીથી નહીં કરવા માટે ત્યાગ કરૂં છું, વળી પૃથ્વીકાયાદિના સ્વરૂપ વડે સ્થાવરોમાં વાસ કરતા મહારાથી જે જીવેને અપરાધ થયો હોય તે સર્વ જીની હું ક્ષમા માગું
For Private And Personal Use Only