________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાળચરિત્ર. લેપ કર્યો તેમજ ઉત્તમ રેશમી વસ્ત્ર અને સુગંધિત માલાએથી અલંકૃત ગુરૂમહારાજની મૂર્તિને વૃદ્ધ મુનિઓએ તે શિબિકામાં સ્થાપના કરી. બાદ મોટા ઉત્સવ સાથે ઉત્તમ શ્રાવકે પાલખીને નગરની બહાર લઈ ગયા. પછી કપૂર અને અગર ચંદનના કાષ્ઠો વડે ગુરૂમહારાજના દેહને સંસ્કાર કર્યો. તે સમયે સૂર્ય પરિવેષ-અશુભ સૂચક કુંડાળાવાળે અર્થાત્ ઝાંખો થઈ ગયે, સર્વ દિશામાં ધૂળથી વ્યાપત થઈ ગઈ અને દિવસ ભૂખરે થઈ ગયે. અહ? “તેવા ઉત્તમ પુરૂષને સ્વર્ગવાસ કેને દુઃખદાયક ન થાય?” જ્યારે તે ચિતાગ્નિ શાંત કર્યો ત્યારે ગુરૂ પર અત્યંત ભક્તિ હોવાથી શ્રી કુમારપાલભૂપતિએ પિતે તે ચિતામાંથી ભસ્મ લઈ પોતાના મસ્તક્ષર સ્થાપન કરી, પછી દેશાધિપ–સામંત રાજાએ, શ્રાવક અને સર્વ નગરવાસીલોકેએ લેશમાત્ર ભસ્મ લઈ પોતપોતાના મસ્તકે ધારણ કરી, જેથી તે ચિતાની ભૂમિમાં ઢીંચણ જેટલો ખાડે પડયે. હાલમાં પણ પાટણની નજીકમાં હેમગર્તા-ખાડ એવા નામથી તે ગર્તા પ્રસિદ્ધ છે. “અહે? મહાન પુરૂષોની સંસ્કાર ભૂમિ પણ ખ્યાતિને પામે છે.” શ્રીકુમારપાલભૂપતિએ ગુરૂના સ્વર્ગવાસ નિમિત્તે પાટ
ણમાં તેમજ અન્ય નગરમાં વિસ્તારપૂર્વક સ્વર્ગ કાલ. હાટા અષ્ટાબ્લિક ઉત્સવ કરાવ્યા. શ્રીવિક્રમ
રાજાથી અગીયારસે પીસતાળીસમા (૧૧૪૫) વર્ષે કાર્તિકી પૂર્ણિમાના દિવસે શ્રી હેમચંદ્રસૂરિને જન્મ, અગીયારસે ચોપન (૧૧૫૪) માં તેમને દીક્ષા મહોત્સવ, અગીવારસો છાસઠ (૧૧૬૬) માં સૂરિપદ અને બારસો ઓગણત્રીસ (૧૨૨૯) માં સ્વર્ગવાસ થયે. શ્રીહેમાચાર્ય ગુરૂના વિયેગવડે સર્વથા શૂન્ય ચિત્તવાળો હોયને શું? તેમ શ્રીકુમારપાલરાજ પિતાના કાર્યમાં વિમૂઢ થઈ ગયા. ત્યારબાદ રામચંદ્રાદિક પંડિ
For Private And Personal Use Only