________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- નવસર્ગ.
( ૧૧ ) ધીશ? શાખાથી ભ્રષ્ટ થયેલા વાનરની માફક રિપ્રધ. તું શે વિચાર કરે છે? આ જગતમાં પોતાના
ધર્મનું એક છત્રવાળું એશ્વર્ય ચલાવતા જે રાજાની સહાય દેવતાઓ પણ કરે છે, તેમજ જે રાજા ઘર અને ભૂમિના મધ્યમાંથી પણ શત્રુભૂત રાજાઓને પોતાની શકિતવડે કિકરની માફક ક્ષણમાત્રમાં પોતાની પાસે લવરાવે છે. અને ગર્વિષ્ટ રાજાઓના ગર્વરૂપ રજને હરણ કરવામાં વાયુ સમાન તે આ શ્રીકુમારપાલરાજાએ પિતાના દેશમાં આવતા હને દાસની માફક બાંધી અહી લવરાવ્યો છે. તે શકનાયક? એવી એની અપૂર્વ શકિતનો વિચાર કરી પિતાના હિત માટે શરણ કરવા લાયક એનું તું શરણ કર. એ પ્રમાણે સૂરીંદ્રનું વચન સાંભળી આશ્ચર્ય, ભય, ઉદ્વેગ, ચિંતા અને લજજાદિકભાવને પ્રાપ્ત થયેલા બાદશાહે ગર્વની સાથે પલંગને ત્યાગ કર્યો. સાક્ષાત્ વિદ્યાના પ્રકાશ સમાન શ્રીહેમચંદ્રસૂરિને પ્રણામ કરી પશ્ચાત્ બાદશાહે રાજાને નમસ્કાર કર્યો. અહ? મનુષ્યોની પરવશતાને ધિક્કાર છે. બાદશાહ હાથ જોડી બોલે, રાજન? અન્ય રાજાઓને દુર્લભ એવી દેવતાએની સહાય તહારે છે એમ હું જાણતો નહોતે, હે સત્યધારી? આજથી આરંભી હું જીવું ત્યાંસુધી તય્યારી સાથે મહારે કોઈ પ્રકારને વિરોધ નથી. એ બાબતમાં મહારા શપથ-સોગન છે. શ્રીકુમારપાલરાજાએ બાદશાહને કહ્યું. શત્રુઓને તપાવનાર
( હારૂં પરાક્રમ હારા જાણવામાં હતું, છતાં તે કુમારપાલવચન. અહીં શામાટે આવ્યા ? બાદશાહ બે,
નિયમધારી હોવાથી તું વર્ષાકાલમાં નગરમાંથી બહાર નહીં નીકળે એમ જાણું કપટથી હારા દેશને ભાગવા માટે મહું પ્રયાણ કર્યું હતું. પરંતુ હે રાજન ! આવા સમર્થ ગુરૂ વિદ્યમાન છતાં કપટથી ત્વને જીતવા માટે કેવી રીતે હું સમર્થ
For Private And Personal Use Only