________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ. દુલભ વ્રતરૂપ ચિંતામણિ પામીને પણ હેને મેહથી પ્રમાદરૂપ સાગરમાં ફેંકી દીધે. પ્રથમના મુનિએ વિદ્યમાન છતા પણ લેગોને ત્યાગ કરી વ્રત ગ્રહણ કરતા હતા અને વ્રતધારી એ પણ હું તે અવિદ્યમાન ભાગેની ઈચ્છા કરું છું. શક્તિ નહીં હોવાથી જે પુરૂષ દીક્ષા લેતું નથી તે કંઈક સારે પરંતુ જે પુરૂષ વ્રત લઈને છોડી દે છે તે નિંદાને પાત્ર થાય છે. વળી આ રાજાને ધન્યવાદ ઘટે છે કે જેણે હું ભ્રષ્ટ છું છતાં પણ હુને પ્રણામ કર્યો. તેમજ હારા જેવો કોઈ આ દુનિયામાં ખરાબ નથી. આવા ધર્મિષ્ઠ રાજાને જેણે વંદન કરાવ્યું. જે પોતે આચારથી ભ્રષ્ટ થઈ સદાચારીઓને વંદાવે છે તેવા અનાત્માની ગતિ નરકમાં પણ થતી નથી. માટે સર્વને ત્યાગ કરી હાલમાં હું તેવી કઈ પ્રવૃત્તિ કરું કે જેથી હું અને રાજર્ષિ બને પણ કઈ વખત લજજાને પાત્ર થઈએ નહીં. એમ વિચારકરીતે મુનિએ બંધનની માફક સર્વ ધનાદિકને ત્યાગ કરી ગુરૂની પાસે આલેચના પૂર્વક ફરીથી ચારિત્ર વ્રત લીધું. અનશન રૂપ જળ વિના પાપ રૂપ તાપથી ઉત્પન્ન થયેલી મ્હારી હેટી વિપત્તિઓ શાંત થશે નહીં, એમ જાણી તેજ વખતે તે મુનિએ અનશન વ્રત લીધું. દુઃખે ત્યજવા લાયક એપણ મહામહ રાગદ્વેષના ત્યાગથી સુખેથી ત્યજી શકાશે. એમ જાણું તેણે સુકૃતનાષી એવા રાગદ્વેષને ત્યાગ કર્યો. સંસાર દાવાનલથી બળેલા જીવની શાંતિ સમ. તામૃતવડે થાય છે એમ જાણું તે મુનિએ સમતામૃતનું પાન કર્યું. તે સાંભળી દરેક પાડાઓમાં રહેનારા પાટણના લેકે હંમેશાં તે મુનિની પાસે આવતા અને ઉત્તમ ભાવનાઓવડે પ્રભાવનાઓ કરતા હતા. અનશન ધારી તે મુનિને જાણ શ્રીકુમાર પાલ પણ બહુ હર્ષથી ત્યાં પ્રભાવના માટે જતો હતો “કર્યો પુરૂષ પુણ્યની ઈચ્છા ન કરે?” ગુરૂને પ્રથમ નમસ્કાર કરી રાજ
For Private And Personal Use Only