________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમસર્ગ.
(૫૩)
વાની પ્રતિષ્ઠા કરાવી. ત્યારબાદ સૂરીશ્વરની અન્ય સ્થળે વિહાર કરવાની ઈચ્છા હતી છતાં પણ એઢર શ્રેષ્ઠીની બહુ પ્રાર્થનાથી વષો કાલમાં પણ ગુરૂમહારાજ ત્યાંજ રહ્યા. તે સમયે મેઘ અને સૂરીશ્વર અને મધુર સ્વરે ગર્જના કરતા મહેટા ભાગ્યશાળી જનના ક્ષેત્રમાં પુણ્યરૂપ અંકુરાને પ્રગટ કરવા લાગ્યા. તેમજ ગુરૂ અને મેઘ એ બંને જણે ધારા બંધ ધર્મામૃતની વૃષ્ટિ કરે છતે કેટલાક ભવ્ય જે અંતર અને બહારના પક–પાપ સમૂહનું પ્રક્ષાલન કરવા લાગ્યા. પર્યુષણ પર્વમાં એટર શ્રેષ્ઠીની સાથે જયતાકે પાંચ વરાટિકા-કાંડીથી ખરીદેલાં પુષ્પોવડે શ્રી જીતેંદ્રભગવાનની પૂજા કરી. અને તે દિવસે ઉપવાસ કરી ધર્મ કાર્યમાં તત્પર થઈ ભતિ પૂર્વક મુનિઓને અંન હરાવ્યા બાદ હે પારણું કર્યું. હવે એઢર શ્રેષ્ઠી આયુના અંતે મરીને પૂર્વોપાર્જીત પુણ્યના સમૂહવડે ઉદયન મંત્રી થયો. તેમજ હે રાજન? તે જયતાક કાલ ધર્મ પામીને ગુર્જર દેશને નાયક એ તું શ્રી કુમારપાલભૂપાલ થયો. અને શ્રીયશોભદ્રસૂરિ પણ કાલ કરી ઉજવલ પુણ્યથી હેમચંદ્ર નામે હું ત્યારે પવિત્ર ધર્મગુરૂ થયો છું. પૂર્વભવના વૈરથી સાર્થવાહને જીવ સિદ્ધરાજ ભૂપતિ હને મારવાની અત્યંત ઈચ્છા કરતો હતો, કારણકે, “વેરબુદ્ધિ કોઈ દિવસ જીર્ણ થતી નથી” ઉદયનમંત્રી અને હું પૂર્વ ભવના સ્નેહથી મોહિત થઈ હારી ઉપર બહુ સ્નિગ્ધ થયા છીએ. ખરેખર સ્નેહ પણ પૂર્વભવના સંબંધને અનુસરે છે.” પૂર્વભવમાં કેટલાક દિવસ તું ચર્યાદિનિંદ્ય કાર્યમાં રકત થયો હતો, તેના પાપથી આ ભવમાં કેટલાક સમય સુધી ત્યારે કલેશ ભગવો પડશે. તેમજ પાંચ કાંડીથી ખરીદેલાં પુષ્પવડે જે હું શ્રીમાન જીતેંદ્ર ભગવાનની પૂજા કરી અને બહુ ભક્તિ પૂર્વક જે મુનિઓને દાન આપ્યું, તેથી ઉત્પન્ન થયેલા, સંપતિઓના નિધાનની માફક પ્રચંડ પુણ્ય
For Private And Personal Use Only