________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમસર્ગ.
મસ્તકપર વા મારે છે. જેથી તેની પીડાવડે તેઓ મૂછિતની માફક છ માસ સુધી બહુ આકંદ કરે છે. વળી તેઓ પોતાની ભાવષ્યમાં થનાર દુર્ગતિ માનીને તેમજ તેવા પ્રકારને વૈભવ માની જે દુઃખ ભોગવે છે હેને કહેવા માટે કેઈપણ સમર્થ નથી, એ પ્રમાણે ઈર્ષ્યા, માન, માયા, લાભ, ઉદ્વેગ અને ભયાદિક વડે અત્યંત વ્યાકુલ થયેલા દેવતાઓ કેવી રીતે સુખી હોય? એમ કેવલં દુ:ખ મય સમગ્ર સંસારને વિચાર કરી વિવેકી પુરૂષોએ એકાંત સુખમય મુક્તિ સાધવામાં ઉઘુક્ત થવું. વળી તે મુક્તિનું મુખ્ય સાધન સહુરૂષને આતમજ્ઞાન જ કહ્યું છે. કારણ કે અંકુરાઓની ઉત્પત્તિ બીજ સિવાય અન્યથી હોતી નથી. જેથી આ પિતાના આત્માનું સ્વરૂપ જણાય તેજ શાસ્ત્ર, વિવેકીપણું, ચારિત્ર, તપ, ધ્યાન અને સમાધિ પણ તેજ કહેવાય. જેઓ આ સમસ્ત વસ્તુને જાણવા માટે બૃહસ્પતિ સમાન થાય છે. તેઓ પણ પોતાના આત્માને જાણવા માટે મૂઢની માફક મંદ થાય છે. ફુરણાયમાન મેહરૂપી મહા નિદ્રાથી વ્યાપ્ત થયેલા ત્રણે લોકમાં ખરેખર જ્ઞાન ચક્ષુવાળે એક આત્મ જ્ઞાનીજ જાગે છે. જ્યાં સુધી ઉત્કૃષ્ટ ધ્યાનરૂપ અમૃતના પૂર વડે આ આત્મા છેવાતા નથી ત્યાં સુધી દુઃખરૂપી શ્યામતામાં લીન થયેલો તે શુદ્ધ થતું નથી. સર્વ ઇઢિઓ જેને વશ થઈ હય, કામાદિક કષાયોનો વિજય કર્યો હાય, હદયમાં વૈરાગ્ય રહ્યો હોય, તેમજ મિથ્યાદિથી જેનું અંત: કરણ સુવાસિત હોય એવો સપુરૂષ ધ્યાનને ઉચિત થાય છે. બુદ્ધિમાન પુરૂષે આત્મજીજ્ઞાસા માટે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત રૂ૫ વર્જીત એમ ચાર પ્રકારનું ધ્યાન કરવું, શરીરમાં રહેલા કર્મથી નિમુક્ત અને જ્ઞાનવાન એવા શ્રી જીતેંદ્ર ભગવાન જેની અંદર સ્મરણ કરાય તેપિંડસ્થ ધ્યાન કહ્યું છે. શ્રીમદ્
For Private And Personal Use Only