________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૨) શ્રી કુમારપાળચરિત્ર. અહમય અને ચંદ્રના સરખાં ઉજવલ જે મંત્રીપદો હૃદય કમલમાં ચિંતવન કરાય હેને પદસ્થ ધ્યાન કહ્યું છે. પ્રાતિહાર્ય સહિત સમવસરણમાં બેઠેલા શ્રીજીનંદ્ર ભગવાનનું તેમજ તેમની પ્રતિ માનું જે ધ્યાન કરાય તે રૂપસ્થ ધ્યાન કહ્યું છે, અમૂર્ત-મૂતિ રહિત ચિન્મય સિદ્ધ સ્વરૂપ, જ્યોર્તિમય અને નિરંજન એવા પરમાત્માનું જેની અંદર સ્મરણ કરાય તે રૂપાતીત ધ્યાન કહ્યું છે. એ ચાર પ્રકારનું ધ્યાન કરનાર તેવા ભાવથી રંજીત થયેલ ધ્યાની પુરૂષ ભ્રમરી રૂપ થયેલા કીટની માફક તન્મયતાને પામે છે. યાતા અને ધ્યાન એ બંનેને નિવૃત્ત કરનાર ધ્યેયની સાથે જ્યારે એકતા થાય છે. ત્યારે આ અંતરાત્મા પરમાત્માને વિષે લીને થાય છે. ત્યારબાદ ઘાતી કર્મોને નાશ કરી કેવલજ્ઞાન પામી દષ્ટિગોચર થયેલી વસ્તુની માફક સમગ્ર વિશ્વનું અવ લકન કરે છે. સર્વ કલેશથી મુક્ત થયેલ અને જીવન મુકતપણાને પ્રાપ્ત થયેલો તે આત્મા પરમાત્માની માફક આ લેકમાં પણ પરમાનંદને ભેગવે છે. અંત-છેવટમાં શેલેશી ધ્યાન વડે શેષ કર્મને ક્ષય કરી શરીરને ત્યાગ કરવાથી આત્મા પર માત્મરૂપ થઈને મેક્ષ સુખમાં લીન થાય છે. સર્વ દેવતાઓનું સર્વકાલમાં જે સુખ હોય છે તે મોક્ષ સુખના અનંતમાં ભાગ જેટલું પણ હોતું નથી. માટે હે ભવ્યાત્માઓ ? જેવી રીતે મોક્ષ સુખ તન્હારા હસ્ત ગોચર થાય તેવી રીતે પ્રમાદનો ત્યાગ કરી તમે યત્ન કરે છે કે કાલના મહિમાથી આ જન્મમાં મુકિત સુખ મળવાનું નથી. તે પણ આત્મધ્યાનમાં રકત થવાથી તે મોક્ષ સુખ ભવાંતરમાં પણ પ્રાપ્ત થાય, એમ કહી આચાર્ય મહારાજ શાંત રહ્યા એટલે કેટલાક ભવ્ય પુરૂષોએ માનવ ભવને દુર્લભ માની સમ્યક્ત્વાદિ અભિગ્રહ લીધા.
રાજર્ષિ-શ્રીકુમારપાલરાજા ક્ષમાપનાના સમયે ચરણકમલમાં
For Private And Personal Use Only