________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ.
(૫૩) પણ પાટણમાં આવ્યા. નરેદ્રની આગળ પાદશાહે આપેલી વિવિધ પ્રકારની અશ્વાદિક ભેટ મૂકી અમારી કરણ-જીવરક્ષાની વાર્તાઓ તેમણે શ્રી કુમારપાલને બહુ પ્રસન્ન કર્યો. રાજર્ષિશ્રીકુમારપાલે પોતે એ અભિગ્રહ લીધે કે, જેવા
તેવા પણ જનમુનિને મહારે વાંદવા. એવો નિયમ રાજર્ષિ અભિગ્રહ. લીધા પછી એક દિવસ શ્રી કુમારપાળ સૈન્ય
સહિત હસ્તીપર બેસી રાજમાર્ગમાં ચાલતે હતે, તેવામાં એક હાથે પાન બીડું પકડેલું, પગમાં જોડા પહેરેલા, કામની ચેષ્ટાઓ વડે વારાંગના-વેશ્યાના સ્કંધપર એક હાથ મૂકેલ અને ભારપુરૂષની માફક ખરાબ ચેષ્ટાઓ કરતા કેઈક મુનિ હેના જોવામાં આવ્યો. આચારથી ભ્રષ્ટ એવા તે મુનિને જોઈને પણ રાજાએ શ્રેણિક રાજાની માફક હાથીના કુંભ સ્થળપર મસ્તક નમાવી આનંદપૂર્વક પ્રણામ કર્યો. વળી ભૂપતિએ વિચાર કર્યો કે, આ મુનિને કિંચિત્ માત્ર પણ દેષ નથી. કારણકે; ધર્મજ્ઞ પુરૂષ પણ પોતાના કર્મોને લીધે બહુ ખરાબ કર્મ ઉપાર્જન કરે છે. કેઈ વખત જીવ બલવાનું થાય છે અને કઈ વખત કર્મ બલવાન થાય છે. આટલા કારણથી જ એ બંનેને પરસ્પર નિરંતર માટે દ્વેષ રહેલા છે. ઉત્તમ સાધુની માફક વ્રતથી ભ્રષ્ટ થયેલા તે મુનિને નમેલા રાજાને જોઈ તેની પાછળ રહેલા નડ્ડલ રાજાએ હાસ્ય કર્યું. તે જોઈ વાભેટ મંત્રીને લજજા આવી અને હેનું મન પણ બહુ દુઃખાયું, જેથી હેણે શ્રી હેમચંદ્રસૂરિની આગળ તે વાત જાહેર કરી. ત્યારબાદ સૂરીશ્વરે વંદ્ય અને અવંઘને વિચાર જણાવવા માટે રાજાને ઉપદેશ આવે.જ્ઞાન અને દર્શનયુક્ત, કષાયરહિત, જીતેંદ્રિય અને સામાયિકમાં તત્પર એવા મુનિઓ પુરૂષોને વાંદવા લાયક છે. તેમજ પાશ્વસ્થ, અવષણુક, શાસ્ત્રમાં કહેલા કુશીલ–શીલભ્રષ્ટ, સંસ
For Private And Personal Use Only