________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પde)
શ્રીકુમારપાળચરિત્ર. ભળેલા સમુદ્રના તરંગ સમાન ઉચ્છળતા સૈનિકેવડે તે સ્વેચ્છાધિપતિ અહીં આવી મ્હારા દેશનો ભંગ કરે તે હું શું કરું? એક તરફ આ હારે નિયમ છે અને બીજી તરફ શત્રુ આવે છે,
એક તરફ નદી અને બીજી બાજુએ વ્યાધ્ર એ ન્યાય”હને પ્રાપ્ત થયા છે, ગુરૂ બોલ્યા, રાજન ! હારી બુદ્ધિ ધર્મમાં બહુ નિર્મળ છે, માટે હારા દેશને આ શત્રુ બાધ કરી શકશે નહીં. હું આરાધન કરેલા જૈન ધર્મના મહિમારૂપ અગસ્તિ મુનિ અગાધ એવા પણ હારા ચિંતાસાગરને જરૂર પી જશે. શ્રી હેમચંદ્રસૂરિ રાજાને એ પ્રમાણે શાંત કરી પદ્માસનવાળી
ઈષ્ટદેવનું કંઈક ધ્યાન કરવા બેઠા. પછી બે ઘડી દિવ્યપલંગ. વાર થઈ એટલે આકાશ માગે આવતા દિવ્ય
વસ્ત્રથી આછાદિત એક પલંગ રાજાના જોવામાં આવ્યું. આકાશમાં નિરાધાર વિદ્યાધરના વિમાનની માફક આ પલંગ કેવી રીતે આવે છે, એમ વિસ્મય પામી રાજા તે તરફ વારંવાર જેતે હતું, તેટલામાં આકાશમાંથી ઉતરી તે પલંગ ક્ષણ માત્રમાં ગુરૂની આગળ આવી સ્થિર થયે, તેની અંદર એક પુરૂષ સુતે હતે. અહીંયાં આ પલંગ કયાંથી ? અને આ પુરૂષ કેણુ સુતે છે? એ પ્રમાણે નરેંદ્રના પૂછવાથી ગુરૂએ કહ્યું, ત્યારી ઉપર ચઢી આવતે મહાપરાક્રમી બાદશાહ પલંગમાં સુતે હતો, તેના સૈન્યમાંથી સુતેલે હેને પલંગ સહિત અહીં હું લાવ્યો છું. તે સાંભળી રાજા હેના મુખ સ્વામું જુએ છે તેટલામાં સંભ્રમથી જાગ્રત્ થયેલ શકાધીશ પણ વિચાર કરવા લાગ્યો. તે સ્થાન કયાં ગયું ? તે સૈન્ય કયાં? અને હું અહીં કયાંથી આવ્યે? આ હારી આગળ કેણુ ઉભા છે? આ સર્વ સ્વપ્ન સમાન શું છે?
ચારે દિશાઓમાં દષ્ટિ પ્રસારતા ગુરૂરાજ બોલ્યા, હે શકા
For Private And Personal Use Only