________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬)
શ્રી કુમારપાળચરિત્ર. જીવશે નહીં, સિંહની ઇંટ્રા-દાઢમાંથી ખેંચી લીધેલ મૃગલે શું જીવી શકે ખરા? ફરીથી શ્રીયશશ્ચંદ્રગણી બોલ્યા, ઠીક છે એમ થશે તો પણ કંઈ ચિંતા નહીં, પરંતુ અહીંથી પિતાના સ્થાનમાં જવાની શું હારી શક્તિ છે? એમ ગણિનું વચન સાંભળી સેંધવી દેવી એકદમ ભયભીત
થઈ ગઈ સિંહનાદવડે હસ્તિની જેમ વ્યાકુલ સૈધવીદેવી. થયેલી દેવીએ અતિ ભયંકર વા ધ્વનિ કર્યો.
જેથી પૃથ્વી કંપવા લાગી, પર્વતનાં શિખરે તુટી પડયાં, સમુદ્રોનાં જલ આકાશના મધ્ય ભાગમાં વિકાસ કરવા લાગ્યાં, ભૃગુપુરની અંદર રહેલા સર્વ લેકે પણ જાગ્રત્ થઈ ગયા અને તેઓ પોતાના હૃદયમાં ક૯પાંત કાલમાં ખળભળી ઉઠેલા સમુદ્રોની બ્રાંતિ કરવા લાગ્યા. તે શબ્દથી બહીનેલી યોગિનીઓ આદ્મભટને મૂકીને “રક્ષણ કર, રક્ષણ કર.” એમ બોલતી ત્યાં પિતાની સ્વામિની પાસે આવી. ગણિએ મંત્ર શકિતવડે સર્વયેગિનીઓને એકદમ સ્તબ્ધ
કરી નાખી. પછી તેમણે કહ્યું, રે દુષ્ટાઓ? આગણિચમત્કાર. પ્રભટને જલદી છેડી દો, નહી તો તમે જીવથી
મરી જશે, શરીરમાં ખીલાની માફક તે મંત્ર તંભનથી પીડાયેલી યોગિનીઓ મુખમાં આંગલીઓ ઘાલી માંત્રિકેમાં રસમાન ગણિને કહેવા લાગી. આ તહારા યજમાનભકતને અમે સર્વથા ત્યાગ કરીએ છીએ, એમાં સાક્ષી તરીકે અમારા જમણે હાથ ગ્રહણ કરે. આ મહાત્માનું નામ પણ અમે કેઈપણ દિવસે લઈએતો તમે પ્રચંડ પ્રાણ દંડવડે અમારે દંડકરજે. શરીરના સ્તંભનવડે અમારા પ્રાણ પ્રયાણની તૈયારી કરતા હોય તેમ વ્યાકુલ થયા છે. માટે હે મહાશય? કૃપા કરી અમને સ્તભનથી જલદી મુક્ત કરો. ગણિ બોલ્યા, રે રે હતાશાએ? સ્તંભન
For Private And Personal Use Only