________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦)
શ્રીકુમારપાળચરિત્ર. ગુણેને એક સ્થાનભૂત શ્રીમાન કુમારપાલ નામે રાજા થશે. તે રાજા દાન ધર્મ અને યુદ્ધની એક ખ્યાતિવડે કર્ણ, યુધિષ્ઠિર અને અર્જુનને અનુસરશે, તેમજ ગંગા, વિંધ્યાચલ, સમુદ્ર અને તુર્કસ્તાન સુધી ચારે દિશાઓમાં અનુક્રમે પૃથ્વીને જીતશે, ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરૂષાર્થને સાધક હોવાથી તે રાજા પ્રાણુ અને ધનથી પણ ધર્મને અધિક માનશે. અન્યદા શ્રી કુમારપાલરાજા વજી શાખા અને ચંદ્રકુલમાં પ્રગટ
થયેલા શ્રી હેમચંદ્રસૂરિને જોઈ બહુપ્રસન્ન થશે. શ્રાવકધર્મપ્રાપ્તિ. પછી તેમને નમસ્કાર કરી મયૂર મેઘની ગર્જન
નાને જેમ તે રાજા તેમની વાણીરૂપ દેવતાએ કહેલે શ્રાવકધર્મ સાંભળશે. પિતાના કલ્યાણ રાશીની માફક તત્વ સમજીને સમ્યકત્વપૂર્વક શ્રાવક ધર્મને તે સ્વીકાર કરશે. મદ્યાદિક વ્યસનનો નાશ કરી પૃથ્વી પર દયાધર્મ પ્રવર્તાવશે અને રૂદન કરતી સ્ત્રીઓનું ધન છેડી દઈ જૈનમંદિર બંધાવશે. એક દિવસ અહારું ચરિત્ર વાંચતા પિતાના ગુરૂ મહારાજના મુખથી ધૂળમાં દટાઈ ગયેલી તે પ્રતિમા કુમારપાલના સાંભળવામાં આવશે. પછી તે રાજા આમ સેવક પાસે વીતભય નગરનું તે સ્થળ ખોદાવી પ્રતિમાને ઘેર લાવી ઘણું કાલ સુધી પૂજશે. એ પ્રમાણે શ્રીગુરૂ મહારાજે કહેલી શ્રી વીરચરિત્રની વાત્તા સાંભળી શ્રીયુત કુમારપાળ રાજાનું શરીર હર્ષથી રોમાંચિત થઈ ગયું અને હૃદયમાં વિચાર કરવા લાગ્યું. આ જગતમાં મહુને જ ધન્ય છે અને હારે જન્મ સફળ છે, અગણ્ય પુણ્યને હું એક પાત્ર છું. કારણકે, શ્રી વીરભગવાને અભયમંત્રીની આગળ સુર, અસુર અને મનુષ્યની સમક્ષ મહારા ભવિષ્યનું સમગ્ર વૃત્તાંત પોતે કહી સંભળાવ્યું, ત્યારબાદ તે પ્રતિમાને કાઢવા માટે ભૂપતિએ ગુરૂની આગળ વિનતિ કરી. ગુરૂએ ધ્યાન કરી કહ્યું. રાજન ! તું ઉદ્યોગ કર, મૂર્તિની પ્રાપ્તિ મ્હને થશે, રત્નાકર
For Private And Personal Use Only