________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમર્ગ,
(૫૩૭) જેથી ખજાનામાં તાડપત્ર સર્વથા ખુટી ગયાં. પછી તે લેખન કાર્યને અધિકારી ત્યાં આવ્યો અને શ્રી કુમારપાલને કહ્યું કે, હાલમાં તાડ પત્રનો સર્વથા અભાવ થયો છે, તેથી સર્વ લેખન ક્રિયા બંધ રહી છે. તે સાંભળી રાજાએ વિચાર કર્યો, નવીન ગ્રંથ રચવામાં ગુરૂની અખલિત શકિત છે, તે ગ્રંથ લખાવવામાં પણ હારી શક્તિ નથી, એ પ્રમાણે લજજાને સ્વાધીન થઈ રાજા સાયંકાલના સમયે શોભામાં નંદનવનસમાન બહારના બગીચામાં અ૫પરિવાર સાથે ગયે, તે બગીચાની અંદર લખવામાં અનુપયેગી ખરતાલ વૃક્ષોનું ચંદનાદિક વડે પૂજન કરી મંત્રસિદ્ધની માફક રાજાએ પોતે કહ્યું કે, પિતાના આત્માની માફક જૈન મતમાં મહારું મન જે દઢ હોય તો તમહે સર્વે ઉત્તમ તાલવૃક્ષ થાઓ એમ કહી ભૂપતિએ સોનાની એક કંઠી એક તાડ વૃક્ષના સ્કંધપ્રદેશમાં સ્થાપના કરી. રાજા પિતાના સ્થાનમાં આવી ધર્મ ધ્યાનમાં તત્પર થ. શાસનદેવીએ તે વૃક્ષને ઉત્તમ તાડવૃક્ષ કરી નાખ્યાં. પ્રભાતકાલમાં ઉદ્યાનપાલકે શ્રીતાડવૃક્ષને જોઈ શ્રીમાન કુમા
રપાલનરેંદ્ર પાસે આવ્યા, ગુરૂની પાસે બેઠેલા પ્રભાવિકચમત્કાર. નરેંદ્રને તે વૃત્તાંત નિવેદન કરી તેમણે વૃદ્ધિ
આપી, ઉદ્યાનપાલને પારિતોષિક આપી બહુ પ્રસન્ન કર્યા, પછી રાજાએ હેમને કહ્યું કે, તાડપત્ર લાવી લેખકોને ઈચ્છા પ્રમાણે આપ, આ તાડપત્ર કયાંથી? એમ ગુરૂના પુછવાથી રાજાએ સર્વ સભા સમક્ષ ચમત્કારિક તે વૃત્તાંત ગુરૂની આગળ નિવેદન કર્યું. કાનને અમૃત સમાન તે વૃતાંત સાંભળી શ્રી હેમચંદ્રસૂરિ રાજા અને સભ્ય લેકની સાથે તે ઉદ્યાનમાં ગયા. તેમજ લોકોના મુખથી તે વૃત્તાંત સાંભળી મિથ્યાત્વી એવા બ્રાહ્મણદિક પણ તે જોવા માટે તે બગીચામાં ગયા, કઠોર તાલવૃક્ષામાં તે સમયનું નવીન શ્રીતાલપણું જેમાં શ્રીહેમાચાર્ય આદિ
For Private And Personal Use Only