________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
તે અનુભાવ અને કર્માંદલીયાંના સમૂહ તે પ્રદેશ કહેવાય છે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગ એ ચાર કર્મોના બંધમાં હેતુ છે. શ્રીજીને દ્રોએ નિ:શેષ કર્મથી મુકત થવું ત્હને મેાક્ષ કહ્યો છે, અને તે મેાક્ષ ખરેખર કેવળજ્ઞાની આત્માઓના જ થાય છે, આ જગમાં સર્વથા દુ:ખના નાશવડે પ્રાણીઓ જે શાશ્ર્વત સુખ મેળવે છે તે માક્ષ સર્વને પ્રિય હાય છે. હું રાજી જે પુરૂષ આ સાત તત્ત્વાને સાંભળી પરિપૂર્ણ શ્રદ્ધા રાખે છે તે સમ્યગ્દષ્ટિ થઇ અંતસમયમાં મેક્ષપદ પામે છે.
શ્રીકુમારપાલભૂપતિને તીર્થંકરાદિકનાં ચરિત્ર સાંભળવાની ઇચ્છા થઇ, ત્યારે વ્હેણે બહુ આદરથી પેાતાના તીર્થંકરાદિચરિત્ર. ગુરૂ હેમાચાર્યની પ્રાના કરી. પછી ઉત્તમ રસથી વ્યાપ્ત, છત્રીશ હજાર શ્લાક પ્રમાણ, સ્થવિરાવલી ચરિત્ર જેના અંતમાં રહેલુ છે તેમજ દશ પર્યાવડે મના હર સંસ્કૃત ભાષામય ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર દ્રાક્ષાપાકસમાન કવિત્વવર્ડ રચિને શ્રીહેમચંદ્રસૂરિએ શ્રીકુમારપાલને સંભળાવ્યુ તેમજ ભૂપતિની પ્રાર્થનાથી ગુરૂમહારાજે જ્ઞાનવડે દીપક સમાન બીજા પણ ચેાગશાસ્ત્રાદિક ગ્રંથ અને શ્રીવીતરાગભગવાનનાં સ્તવના પણ મનાવ્યાં, મુનિ અને શ્રાવકના આચારવર્ડ સુદર ચેાગશાસ્ત્રનું અધ્યયન કરી શ્રીયુત કુમારપાલરાજા તે ગુરૂમહારાજ પાસે વ્યાખ્યાન કરાવતા હતા. એ પ્રમાણે સિદ્ધાંતના સાર સાંભળતા શ્રીકુમારપાલને જગતમાં વિચારચતુર્મુ ખ—વિચારમાં બ્રહ્મા એવું બિરૂદ પ્રાપ્ત થયું.
બહુ ગુરૂભકિતથી રાજાએ નિયમ કર્યો કે, પોતાના શુરૂએ રચેલા સ ગ્રંથ મ્હારે લખાવવા. એવા નિ શ્ર્ચય કરી તે ગ્રંથા બહુ લેખકે લહીયા પાસે હુંમેશાં રાજા અતિશય લખાવતા હતા.
રાજમભિગ્રહ.
For Private And Personal Use Only