________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬)
શ્રીકુમારપાળચરિત્ર. અને આ હાલનું પાદચારી પણું તો તીર્થનું કારણ હોવાથી અતિ સાર્થક છે. કારણ કે એનાથી મહારા અનંત ભવ ભ્રમણનું દુઃખ નિવૃત્ત થાય છે. એમ યુક્તિવડે ગુરૂએ કરેલા વાહન ગ્રહણ કરાવવાના આગ્રહને દૂર કરી અભિગ્રહ ધારીની માફક રાજર્ષિ શ્રીકુમારપાલરાજા માર્ગમાં તેજ પ્રમાણે ચાલવા લાગ્યા, રાજગુરૂ અને રાજાને પાદચારી જોઈ તેમની ભકિત માટે બીજા પણ સંઘ ના લેકે મુનાંદ્રની માફક પગે ચાલવા લાગ્યા. માત્ર આશ્ચર્ય એ હતું કે, શરીરે વળગતી સંઘ પ્રયાણની ધૂળવડે યાત્રાળુઓ ધાયેલા વસ્ત્રની માફક નિર્મળપણું ધારણ કરતા હતા. દરેક સ્થાનમાં સ્કરણાયમાન ચિત્ય પરિપાટી અને પૂજનાદિક વડે ઘરમાં રહેલા ની માફક કેઈપણ માણસ પ્રયાણને પરિશ્રમ જાણુતે ન હેતે. અનુક્રમે ચાલતા સર્વ સંઘના લેકે ધંધૂકા નગરમાં ગયા,
ત્યાંના લોકોએ શ્રી હેમચંદ્રસૂરિના જન્મ સ્થાધંધૂકાનગર. થાનની ભૂમિ બતાવી. તીર્થ સમાન ઉત્તમ એવી
તે જન્મભૂમિને જોઈ શ્રીયુત કુમારપાલેનમસ્કાર ર્યો. ગુરૂ મહારાજ અહીં બાલ્યાવસ્થામાં ઝેલિકામાં રહ્યા હતા એમ જાણી રાજાએ ત્યાં ઝોલિકા વિહાર એવા નામથી ચિત્ય અંધાવ્યું. તેમાં શ્રી મહાવીરભગવાનની પ્રતિષ્ઠા કરાવી. પછી ત્યાંથી પ્રયાણ કરી સર્વત્ર જૈનમતને ઉદ્યત કરતા અને પુણ્ય રંગથી તરંગિત થયેલે ભૂપતિ વલભીપુરમાં ગયે. ત્યાં તેની નજીકમાં સ્થા૫ અને ઈર્ષ્યાળુ, નામે બે પર્વત હતા, તેમના મધ્ય ભાગમાં નિવાસ કરી ગુરૂમહારાજે પ્રભાત કાળનું આવશ્યક ધર્મ કાર્ય કર્યું. ત્યાં ધર્મધ્યાનમાં મગ્ન થયેલા ગુરૂમહારાજને જઈ શ્રીમાન કુમારપાલની ભકિત બહુ વૃદ્ધિ પામી, અને બંને પર્વતના શિખરો ઉપર જાણે તે બંને પર્વત હોય ને શું ? તેમ અતિ ઉન્નત બે મંદિર બંધાવ્યાં, તેમજ તે મંદિરમાં શ્રીઆદિનાથભગવાન અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિઓ પધરાવી.
For Private And Personal Use Only