________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ.
(૫૫), પ્રયાણ કર્યું. પાપથી પ્રેરેલાયાની માફક તે હસ્તીપર બેસી અર્ધ રાત્રીએ આવતું હતું, ક્ષણમાત્રમાં નિદ્રાવશ થઈ ગયે, ભર ઉંઘમાં આવેલા કર્ણ રાજાના કંઠમાં રહેલી સેનાની કંઠી માર્ગમાં કેઈક વડની શાખામાં પાશની માફક ભરાઈ ગઈ. નીચે થઈ હાથી ચાલ્યા ગયે, એટલે તેનું શરીર શાખાએ વળગી રહ્યું અને કંઠે પાશ બેસવાથી રૂંધાઈને તત્કાલ તે મરી ગયે. તેની સર્વ દહનક્રિયા અહે પતે નજરે જોઈ અહીં આપને કહેવા માટે આવ્યા છીએ. હા? એકદમ એને આ શું થયું ? એમ ક્ષણમાત્ર શોકાકુલ થઈ શ્રીયુત કુમારપાલ પિતાના ગુરૂ પાસે ગયા અને એમના અદ્દભુત જ્ઞાનથી ચમત્કાર પામી તેણે કર્ણરાજનું વૃત્તાંત ગુરૂ આગળ નિવેદન કર્યું. ત્યારબાદ મહાત્સવ કરી શ્રીમાન ભરતચકીની માફક અપૂર્વ
વિભૂતિને ધારણ કરતા શ્રીકુમારપાલે પોતે યાત્રામહત્સવ. યાત્રા માટે પ્રસ્થાન કર્યું. બહુ માણસ હોવાથી
આ સંઘ માર્ગમાં દુઃખી ન થાય એટલા માટે હંમેશાં તેઓ પાંચ ગાઊ ચાલતા હતા. જેડા વિના પગે ચાલતા પોતાના ગુરૂને જોઈ શ્રીકુમારપાલ પણ ભકિતરસમાં મગ્ન થયે છતે ઉઘાડા પગે ચાલવા લાગ્યો, પછી ગુરૂએ કહ્યું, રાજન? માર્ગમાં પગે ચાલવું એ મુનિઓને ધર્મ છે, કારણ કે, તેઓ પ્રાણીઓના રક્ષક હોય છે. પરંતુ તે કઠિન ધર્મ પાળ તે હુને ગ્ય નથી, અને એમ કરવાથી હને પણ વખતે પ્રમાદ આવી જાય, માટે હવે બહુ કહેવું ઉચિત નથી.
ગ્યતા સમજી, તું અધાદિક વાહનને સ્વીકાર કર, અથવા પગમાં જોડા પહેર. રાજાએ વિનતિ પૂર્વક જણાવ્યું, ગુરૂમહારાજ ? પ્રથમ અવસ્થામાં દરિદ્રતાને લઈ પરવશપણુથી કયા ઠેકાણે હું પગે નહોતે ચાલે? પરંતુ તે તે નકામું હતું,
For Private And Personal Use Only