________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીકુમારપાળચરિત્ર.
જ ધાને કસ્તો કેટલાક દિવસે ઉજયંત ઉજજયંતગિરિ. ગિરિરાજની નજીકમાં ગયે, સૂરદ્ર અને નરેંદ્ર
બંને એક સાથે ગિરીદ્રપર ચઢે છત રાવણે ઉપાડેલા અષ્ટાપદ ગિરિની માફક તે ગિરિ કંપવા લાગે, શ્રી કુમારપાલે ગુરૂને પૂછયું કે, આ પર્વતને કંપવાનું શું કારણ? ગુરૂ બેલ્યા, રાજન્ ? આ માર્ગમાં છત્રશિલા નામે એક શિલા રહેલી છે. તેની નીચે એક સાથે બે પુણ્યશાલી જી નીકળે તે હેમના મસ્તકપર આ શીલા પડે એમ પ્રાચીન લોકો કહે છે. આપણે બંને પુણ્યશાળી છીએ, માટે અહીંયાં જતાં આપણી ઉપર રેવતાચલના કંપવાથી આ શિલા કદાચિત્ પડે. એટલા માટે તું પ્રથમ તીર્થ પર જા, પોતાનું કાર્ય સિદ્ધ કર, હું પછીથી આવીશ અને શ્રી નેમિનાથ ભગવાનને વાંદિશ, શ્રી કુમારપાલે કહ્યું, એમ કરવાથી મહારે અવિનય થાય, માટે આપ પ્રથમ જાએ હું પછીથી આવીશ, તેમ કરી સૂરદ્ર અને શ્રીયુત કુમારપાલ સંઘ સહિત અનુક્રમે ગિરિરાજ પર ગયા અને બંને જણ કામ જવરને નાશ કરનાર શ્રીતીર્થકરને નમ્યા. પછી ત્યાં શ્રી જીદ્રભગવાનની સ્નાત્ર પૂજા તેમજ બહુ ચંદન પુષ્પાદિ ઉત્તમ દ્રવ્ય વડે પૂજા કરીને રાજર્ષિ સાથે અન્ય લોકેએ પણ ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. પુન: તેજ જગડુ શ્રેષ્ઠીએ પૂર્વની માફક માલાક્ષેપણમાં અદભુત તેજ મણિ આપીને ઇંદ્રપદને સ્વીકાર કર્યો. બાદ તીર્થને ઉચિત એવાં સર્વકાર્ય કરાવીને શ્રી કુમારપાલ નૃપતિ શ્રી નેમિનાથભગવાનની
સ્તુતિ કરવા લાગ્યા, હે ભગવદ્ ?. આપના ધ્યાન રૂપ પવન રાશિવડે મેઘ મંડલી જેમ હારી પાપ મંડલી લીન થઈ ગઈ, કારણ કે “મહાપ્રભાવિક એવા આપનું મહને દર્શન થયું. તે સ્વામિન્ ? મહા મેઘ સમાન આપ મહારા હૃદયમાં રહ્યા છે, છતાં આ સંસારરૂપે દાવાનલથી ઉત્પન્ન થયેલે તાપ ને કેમ દુઃખ દે છે? હે વિશ? આપનાજ શરણે રહેલા એવા હારી
For Private And Personal Use Only