________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ.
(૫૧૯) તે વૃત્તાંત પ્રભાવતી દેવના જાણવામાં આવશે, જેથી તે દેવ
બહુ કોપાયમાન થઈ જશે અને તે વીતભય દૈવીપ્રપ. નગરને ધૂળથી પૂરી નાખશે. જીવંત સ્વામીની
તે પ્રતિમા પણ ધૂળના ઢગલાઓથી પુરી નાખી નિધાનમાં રહેલી સમૃદ્ધિની માફક પૃથ્વીની અંદર રહેશે. વળી તે મુનિને એક શય્યાતર કુંભકાર-કુંભાર હતો, હેને પ્રભાવતી દેવ વીતભય પાનમાંથી સીણુપલ્લી નામે મહાપુરીમાં લઈ જઈને તેના નામથી કુંભકાર એવું તે નગરનું નવીન નામ પાડશે, “અહો ? દેવતાઓને પણ અનહદ સ્નેહ હોય છે.” ફરીથી અભયમંત્રીએ પ્રભુને પૂછયું, ભગવન ! તે શ્રીઅર્વત
ભગવાનની પ્રતિમા કયારે પ્રગટ થશે? તે પુનઃમંત્રીપ્રશ્ન. આપ કહો. જનગામિની વાણી વડે શ્રીવીર
પ્રભુ બોલ્યા, અમહારા નિર્વાણથી (૧૨૭૨) મા વર્ષે લાટ, ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડામાં અણહીલ્લપુર નામે નવીન નગર થશે. તેની અંદર અન્ય લોકો બોલે તેમાં નવાઈ શી ? પરંતુ પાંજરામાં રહેલા શુક–પોપટ વિગેરે પ્રાણુઓ પણ શ્રાવકેના ઘરમાં નવકાર મંત્ર ભણશે. તેમજ તે નગરની અંદર રત્નોથી બનાવેલી શ્રીજીનેંદ્રોની પ્રતિમાઓ ધાર્મિક મનુષ્યના મનમાં શાશ્વત પ્રતિમાઓના દર્શનની પ્રીતિ પૂર્ણ કરશે. વળી તે નગરમાં ધનાઢ્ય, વિદ્વાન, ધર્મજ્ઞ, અને દીર્ઘ આયુષ્યાળા લોકે ચોથા આરાના મનુષ્યાની માફક નિવાસ કરશે. દરેક ઘરની અંદર પ્રકાશ પામતી પિતાની શકય એવી લક્ષમીને જોઈ ઈર્ષોથી જેમ નિર્ધનતા તે લોકોથી દૂર રહેશે. ત્યારબાદ વીર સંવત્ ૧૬૬૯ મા વર્ષે તે નગરની અંદર ચાલુકયવંશમાં આભૂષણ સમાન મૂળ રાજનરેંદ્રના વંશમાં દયા, દાક્ષિણ્ય, નૈપુણ્ય અને શીર્ય આદિ
For Private And Personal Use Only