________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
શ્રી કુમારપાળચરિત્ર. બલવું નહીં, હે સ્વામિન્ ? આ રાજ્ય લ્હારૂં જ છે, ત્યારા ભાગ્યથી મળેલું છે. જેના માટે રાજાઓ ઘણુ યુદ્ધ કરી કપાઈ મરે છે, તેવું પોતાના હાથમાં આવેલું રાજ્ય કાંકરાની માફક કેણ ગમાવે? એ પ્રમાણે મંત્રીઓનું વચન સત્ય માની કશી હેમને પુછશે કે, હવે હારે શું કરવું? ત્યારે મંત્રીએ કહેશે, એ મુનિને તું વિષદાન કરાવ. અકર્ણ—કાન વિનાને અથવા અજ્ઞાની સર્ષ લોકેને વારંવાર દંશ કરે છે એ ઉચિત છે, પરંતુ આશ્ચર્ય માત્ર એ છે કે, સકર્ણ છતાં પણ ખેલ પુરૂષ સાધુ પુરૂને બહુ દુ:ખ દે છે. ખલ પુરૂષથી વિષને જન્મ હશે ? કિંવા વિષમાંથી ખલને જન્મ હશે? કારણકે, અન્યના પ્રાણ લેવામાં આ બંનેનું સરખું પરાક્રમ હોય છે, સનેહ-તેલ પ્રીતિ રહિત અને મલિન એ પણ ખલ-ખેળ ખલપુરૂષ સરખે કેવી રીતે કહી શકાય? કારણકે; આ ખેલ-ખેળ તે પશુઓને પણ હિતકારક થાય છે, અને ખલપુરૂષ તે વિદ્વાનોને પણ દુ:ખદાયક થાય છે. રાજ્યમાં લુબ્ધ થયેલો કેશીરાજા કઈક વાલ પાસે તે
મુનિને વિષમિશ્રિત દહી અપાવશે. પછી પ્રભાવિષપ્રદાન. વતી દેવ તે વિષને અપહાર કરી મુનિને કહેશે
કેહવેથી તહારે વિષ સહિત દહી લઈને ખાવું નહીં, પછી મુનિએ દહીને ત્યાગ કરે છતે તેમના શરીરે વ્યાધિ બહુ વધી પડશે, કારણ કે, નિમિત્ત મળવાથી ભૂત, રોગ અને શત્રુઓ કેપ કરે છે. ફરીથી કેશીએ તે મુનિને અપાવેલું વિષ પ્રમાદને લીધે દેવતા હરણ નહીં કરે એટલે તે વિષ સહિત દહી ખાઈ જશે, જેથી તેમના શરીરમાં સર્વત્ર વિષ વ્યાપી જશે. પોતે મરણ સમયે જાણું અનશન વ્રતને સ્વીકાર કરશે. એક માસ પતિ અનશન વ્રત પાલી શમતારૂપ જલના સ્નાનથી વિશુદ્ધ થઈ ઉદાયનમુનિ કેવલજ્ઞાન પામી અંતે મેક્ષ લક્ષમીને પ્રાપ્ત કરશે.
For Private And Personal Use Only