________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧૬)
શ્રીકુમારપાળચરિત્ર. લક્ષમીને સ્વીકાર કરે છે તે રાજાએ તેથી કૃતાર્થ જાણવા, સૂર્યની માફક પાદવડે પૃથ્વીને પવિત્ર કરતા શ્રી મહાવીરભગવાન જે અહીં આવે તે વિશુદ્ધભાવથી હું ચારિત્ર ગ્રહણ કરું, એવો હેને અભિપ્રાય જાણું હેને દીક્ષા આપવા માટે ચંપાનગરીથી વિહાર
કરી અમે તેના નગરમાં આવ્યા. ઉદાયન રાજાએ પ્રભુદેશના. હર્ષથી અમારા ચરણકમલમાં ભ્રમરરૂપ થઈ ઉપ
દેશમય રસનું સંપૂર્ણ પાન કર્યું. જેમકેययाऽयं क्षेत्रज्ञः परिहृतपथं वाङ्मनसयो
__श्चिदानन्दं विन्द-त्यनुपमसुखाऽऽश्लेषसुभगम् । विरक्ते रक्तां ता-मभिलषसि चेन्मुक्तिरमणी,
तदा त्वं तद्दूती-मिव कुरु करे सर्वविरतिम् ॥१॥ જેથી આ ભવ્યાત્મા વાણું અને મનને અગોચર અપૂર્વ સુખમય આનંદને મેળવે છે, વિરક્ત પુરૂષ ઉપર રાગવાળી તે મુક્તિસ્ત્રીને જે તું ઈચ્છતો હોય તો તેની દૂતી સમાન સર્વ વિરતિને હસ્તગોચર કર.” દાનાદિક ધર્મો છે પરંતુ તેઓ ભેગાદિકના હેતુ છે, મુક્તિ આપવામાં તે કેવલચારિત્ર લક્ષમીજ સમર્થ છે. એ પ્રમાણે ભગવાનના મુખથી ચારિત્રરૂપ ક૯૫કુમનું ફલ સાંભળી ઉદાયનરાજા ભેજનપર ભૂખે માણસ જેમ ચારિત્ર ગ્રહણ કરવામાં ઘણે ઉત્સુક થયા, પુત્રને રાજ્ય આપવું તે એગ્ય નથી, રાજ્ય એ મહાપાપનું કારણ છે, તેથી એને જે રાજ્ય આપું તે તે ભવસાગરમાં વ્હાણુનીમાફક જલદી ડૂબી જાય, હું એને રાજ્ય આપીને જે નરકભૂમિમાં નાખું તો પુત્રપર હારૂં હિતકરપણું કેવી રીતે ગણાય? એમ વિચાર કરી તેણે પોતાના રાજ્યમાં પિતાના ભાણેજ કેશીને સ્થાપન કર્યો. પછી તે પ્રભુપ્રતિમાની
For Private And Personal Use Only