________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસ.
( ૧૫ )
કરતા હતા. વર્ષારૂતુ વ્યતીત થવાથી ઉઢાયનરાજાએ ચડપ્રદ્યોતને સમૃદ્ધિ આપી પોતાના સ્થાનમાં વીદાય કર્યા. તેમજ તે દશપુર નગર ધનાઢ્યલેાકેા વડે પૃથ્વીપર હું પ્રસિદ્ધ થયુ. કારણ કે; “મ્હાટા પુરૂષાએ નિર્માણ કરેલું સ્થાન મ્હાટુ ગણાય છે. ”
લક્ષ્મી વિના નિ નજેમ શ્રીજીનેદ્રભગવાનની મૂર્ત્તિવિના ઉદાયનરાજા પોતાના હૃદયમાં મહુદુ:ખી થયા. ઉદાયનપશ્ચાત્તાપ. અને વિચાર કરવા લાગ્યા. મહાખેદ થાય છે કે; મ્હારૂં આવું અભાગ્ય ક્યાંથી પ્રગટ થયું? જેથી ઘરની અંદર રહેલી છતાં પણ કામધેનુ સમાન આ શ્રીદેવાધિદેવની મૂર્ત્તિ ચાલી ગઇ. એમ દુ:ખી થયેલા ઉદ્યાયનને જોઇ તે સમયે પ્રભાવતી દેવે સ્નેહને લીધે સ્વર્ગમાંથી આવી શાંત કર્યો અને તેણે કહ્યું કે; હે નરેદ્ર? શ્રીદેવાધિદેવની પ્રતિમામાટે તું શા કારણથી એમ અતિશય ખેદ કરે છે? કારણ કે; કલ્પવલ્લીની માફ્ક તે મૂર્ત્તિ અપપુણ્યથી મળી શકતી નથી. જીવતા સ્વામીની જે નવીન મૂર્ત્તિ ત્હારા ઘરમાં રહેલી છે, તે પણ અતિશય માહાત્મ્યને લીધે હારે તીપ્રાયજ સમજવી, કારણકે; “વિશેષ પ્રતિષ્ઠા કરવાથી પ્રતિમાનેા પ્રભાવ વધે છે,” અને આ મૂત્તિની પ્રતિષ્ઠા કેવલજ્ઞાની શ્રીકપિલમુનિએ પેાતે કરેલી છે. પ્રથમની પ્રતિમા માફક આ પ્રતિમાનું પણ હુંમેશાં હારે પૂજન કરવું. તેમજ ચેાગ્ય અવસરે આત્માને હિતકારક એવું ચારિત્રવ્રત પણ હારે ગ્રહણ કરવું. એમ કહી પ્રભાવતીદેવ ત્યાંથી વીદાય થયા. ઉદાયનરાજા બહુ ભાવપૂર્વક તે મૂર્તિનું આરાધન કરવા લાગ્યા. વળી પુણ્યલક્ષ્મી રૂપ લતાના મૂળ સમાન શુભ ધ્યાન કરવા લાગ્યું કે; જ્યાં શ્રીવીરભગવાન પાતે રહે છે તે દેશ સ્તુતિ કરવા લાયક છે, તેમજ જે તીની માફક શ્રીવીર પરમાત્માને હ ંમેશાં નમે છે તેઓ વિવેકી જાણવા, જેઓ ચારિત્ર
For Private And Personal Use Only