________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૭) માત્રથી તમને આટલી બધી પીડા થાય છે તે પ્રાણુનાશ થવાથી બીજાઓને કેટલી પીડા થતી હશે? પ્રાણેનું રક્ષણ કરવું તે વ્હોટું પુર્ણય છે, અને તેમનો વધ કરે તે માટું પાપ કહ્યું છે. એમ શાસ્ત્રમાં કહેલું તત્ત્વ પિતાના હૃદયમાં જાણ હવેથી અન્ય પણ કેાઈ પ્રાણીઓની કોઈ દિવસ તહારે હિંસા કરવી નહીં, તેમજ જૈન ધર્મમાં સ્થિર અને સર્વ લેકનું હિત કરનાર એવા મહા પુરૂષોનું તે વિશેષે કરી રક્ષણ કરવું. એમ ઉપદેશ આપી ગણિએ સ્તભંનથી તેમને મુકત કરી. પછી તે દેવીઓ શ્રી હેમચંદ્રપ્રભુના ચરણકમલમાં વંદન કરી પોતાના સ્થાનમાં ગઈ. તે જ વખતે આમભટમંત્રી સર્વ કલેશથી મુક્ત થઈ ગયે. જેના મહાસમર્થ તેવા ગુરૂ છે તેને તેમાં શું આશ્ચર્ય? બાદ શ્રી હેમચંદ્રસૂરિએ પણ પ્રભાતમાં હજાર રૂપીઆના ખરચથી આમૃભટ પાસે દેવીઓનો ઉત્તમ પ્રકારનો ભેગ કરાવ્યું. પછી નવીન ચેત્યમાં પધરાવેલા શ્રીમુનિસુવ્રતસ્વામી ને વંદન કરી પગે ચાલતા સૂરીશ્વર પુન: પાટણમાં આવ્યા. અકસ્માત્ આપે ક્યાં વિહાર કર્યો હતો? એમ શ્રીકુમારપાલના પૂછવા થી આમ્રભટનું વૃત્તાંત કહી સૂરિએ તેને અત્યંત વિસ્મિત કર્યો. એ પ્રમાણે દાનાદિક કાવડે મનવૃત્તિને સુવાસિત કરતે, અનેક પ્રકારનાં જૈન મંદિરો બંધાવતે અને તે ચિત્ય બંધાવનારાઓને સહાયતા કરતા શ્રી કુમારપાલરાજા બહુ પુણ્યશાલી થયા. इतिश्रीजैनशासनोन्नतिकारकस्वपरसमयपारावारपारीणश्रीमत्तपागच्छशिरोमणिशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरश्रीमद्बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नश्रीमद्-अनितसागरसरि विरचितपरमार्हतश्रीकुमारपालभूपालचरित्रमहाकाव्य गुर्नरभाषायांकपासुंदरीपरिणयनदानाधुपदेशचैत्य निर्माणाविवर्णनोनामाष्टमः सर्गः॥॥
For Private And Personal Use Only