________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઠ્ઠમસ.
(૪૯૫)
દેવીના તારણ આગળ ઉભા રહ્યા. હૃદયમાં સૂરિમંત્રનું ધ્યાન કરી સૂરિએ શ્રીયશશ્ચંદ્રગણિને આજ્ઞા કરી, એટલે તેમણે સે ધવી દેવીને કહ્યું કે; જાલ પર આદિ અસુરા જેમના ચરણકમલની પૂજા કરે છે એવા શ્રીહેમચદ્રસૂરિ પાતે ચાલીને હારી પાસે આવ્યા છે. માટે તું એમની સ્હામે આવીને ભકતની માફ્ક આતિથ્ય સેવા કર. આવા લેાકેાત્તર પાત્રરૂપ ગુરૂમહારાજ મ્હાટા પુણ્યવડેજ અતિથિ થાય છે. એમ ગણુનું વચન સાંભળી ખૂબ હાસ્ય કરી સુખમાંથી જીભ બહાર કાઢીને માલકની માફક દેવીએ તેમના સન્મુખ ખરાબ ચેષ્ટા કરી. એમ વિકાર કરતી દેવીને જોઇ ગણિ ખેલ્યા, રે રે ? દુરાશયે ? ગુરૂની પણુ તુ અવજ્ઞા કરે છે? તેમજ મ્હારૂં ખળ પણ તું જાણતી નથી ? જો કે; દયાભાવથી મ્હેં તને અત્યંત શાંત વચન કહ્યાં ત્યારે તું દુષ્ટરૂપી પતાને ભેદવામાં વજ્ર સમાન એવા હૅને પણ ઠ્ઠીવરાવેછે? એ મ્હાટુ' આશ્ચર્ય છે. એ પ્રમાણે ક્રોધાતુર થયેલા ગણિએ દેવીના તિરસ્કાર કરી અકસ્માત્ ભાગી ગયેલા બ્રહ્માંડના પ્રચંડ ખાત્કાર સરખા દારૂણ ત્રણ હુંકારા કર્યાં. તેમાં પહેલા હુંકારાથી દેવીના પ્રાસાદ મૂળથી ટોચ સુધી પ્રચંડ વંટાળે હુલાવેલા વૃક્ષની માફક કંપવા લાગ્યા. ખીજા હુંકારાથી તેની અંદર રહેલી સર્વ દેવીઓ ચેષ્ટા રહિત ચિત્રલિખિત હાય તેમ અત્યંત ભયભીત થઈ ગઇ. તેમજ ત્રીજા હુંકારાથી સે ધવી દેવી ભય જ્વરથી જેમ પેાતાના સ્થાનમાંથી વાયુની માફક ઉચ્છીને સૂરીશ્વરના ચરણુકમલમાં પડી, ખાદ તેણીએ નમસ્કાર કરી કહ્યું કે;આપની સેવામાં હું હાજર છે. આપ આજ્ઞા કરા, હું શું કરૂ ? શ્રીમાન યશશ્ચંદ્રગણિ ખેલ્યા, દેવીઓથી આમ્રશટને જલદી મુકત કરી મ્હારા ગુરૂની તું ભકિત કર. દેવી એટલી, ક્ષુધાથી પીડાયેલા ચેાશિની વગે તીક્ષ્ણ કુઠાર વૃક્ષના જેમ તેના હજારા ટુકડા કરેલા છે. તેને હું કેવી રીતે મૂકાવું ? અને કદાચિત્ મૂકાવું તાપણુ તે
For Private And Personal Use Only