________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬)
શ્રી કુમારપાળચરિત્ર. સવે હકીકત હૈને કહી, પ્રભાવતી બેલી, બ્રહ્મા વિષ્ણુ અને શંકર એ શ્રીદેવાધિદેવ નથી કિંતુ જેમના ચરણમાં દેવ અને દેવેંદ્રના સમૂહ નમે છે તે શ્રીજીનેંદ્રભગવાન જ દેવાધિદેવ હોય છે. માટે જરૂર આ પેટીમાં પૂજવા લાયક અહંતુ ભગવાનની મૂર્તિ હશે એ કારણથી જ શંકરાદિ દેવના સ્મરણથી આ મૂર્તિ પોતે પ્રગટ થતી નથી. માટે હું આ જૈન મૂર્તિને પ્રગટ કરીશ એમ કહી પ્રભાવતીએ ચંદન પુષ્પાદિકવડે તે પેટીની પૂજા કરી, અને ઉંચા સ્વરથી તે બેલી, હે જગપતે? સર્વ દેવામાં તમે મુખ્ય છે, ગ્રહોની અંદર સૂર્યથી શું બીજે કઈ શ્રેષ્ઠ છે ખરો? જે હું તન્હારા ધર્મમાં સુલસાની માફક રાગવાળી હઉં તે આપ પ્રસન્ન થઈ નિધિની માફક મને દર્શન આપે. પ્રભાવતીનાં વચનેવડે સૂર્યના કિરણેથી કમલ જેમ તે પેટી ઉઘડી ગઈ, વિકસ્વર પુષ્પમાલાથી વિભૂષિત અને દીવ્ય અલંકાર સહિત શ્રી જીતેંદ્ર ભગવાનની મૂર્તિ સમુદ્રમાંથી લહમી જેમ પ્રગટ થઈ. તે સમયે પ્રભાવતીથી જૈનમતની ઉન્નતિ થઈ, ચંદ્રની કાંતિથી કુમુદવન જેમ પ્રફુલ્લ થાય તેમ શ્રીજીનેં મતનું અપૂર્વ પ્રભાવરૂપસૈરભ્ય ઈજનમતરૂપ કમલમાં જામરની માફક ઉદાયનરાજા બહુ રકત થયે, પછી તે પતવણિકને પતાના બંધુની માફક ઉત્તમ પ્રકારે સત્કાર કરી ઉત્સવપૂર્વક પ્રભાવતી રાણું તે પ્રતિમાને પોતાને ઘેર લઈ ગઈ. સાક્ષાત્ પરમાત્મ સમાન તે મૂર્તિને પિતાના હૃદયમાં માનતી પ્રભાવતી અંત:પુર ની અંદર તેને સ્થાપન કરી બહુ આદરપૂર્વક પૂજા કરતી હતી. તેમજ તે મૂર્તિની આગળ પિતાને પતિ ઉદાયનરાજા પિતે પ્રીતિ પૂર્વક સ્વર, ગ્રામ અને મૂચ્છનાદિવડે અતિ મને હર વણા વગાડતો હતે. મસ્તકાદિક ચેષ્ટાઓ વડે સુંદર,ચોસઠ હતાલ સહિત, બત્રીશ અંગુલ્યાદિક અંગ વિક્ષેપથી રમણીય, નૃત્ય, ગીત અને વાજીના સંસ્થાન, તાડન અને રોધ વિશેષ એકસે આઠ કરણ
For Private And Personal Use Only