________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ.
(૫૦૭) સહિત અને ભક્તિ રસાદિથી સંપૂર્ણ તેમજ લાસ્ય અને તાંડવ એમ બંને ભેદથી વિભકત એવું નૃત્ય, ભક્તિ રસમાં બહુ મગ્ન થયેલી પ્રભાવતી રાણી દેવીની માફક કરતી હતી, એ પ્રમાણે તે પ્રતિમાની પૂજા, ધ્યાન અને નાટ્યાદિ ક્રિયાઓ વડે પ્રભાવતીએ પિતાના ખજાનામાં પુણ્ય એકઠું કર્યું. કારણકે, વિવેકનું ફલ એજ હોય છે. એક દિવસ પ્રભાવતી રાણ પ્રતિમા આગળ નૃત્ય કરતી હતી તેવામાં ગાયન કરતે ઉદાયનરાજ મૂઢની માફક તાલ ચૂકી ગયે. તેથી રસને ભંગ થઈ ગયે. એટલે પ્રભાવતીએ પિતાના પતિને કહ્યું, સ્વામિન્ ? નિદ્રાની માફક આપને આટલી બેભાનતા કેમ આવી? ઉદાયન બેલ્યો. મારું બેભાનપણું નથી, કિંતુ હે પ્રિયે ? નૃત્ય કરતી હારૂં શરીર મસ્તક વિનાનું જોઈ હું શૂન્ય સરખે થઈ ગયે. તે સાંભળી રાણીએ જાણ્યું કે જરૂર કંઈક અનિષ્ટ થવાનું છે, એમ માની તે વિશેષથી ધર્મધ્યાન કરવા લાગી. કારણ કે, ધર્મધ્યાન એ શેકને દૂર કરવામાં મુખ્ય હેતુ છે. તેમજ એક દિવસ પૂજાના અવસરે તેણીએ પોતાની દાસી પાસે ધાયેલાં બે શુદ્ધ વસ્ત્ર મંગાવ્યાં. દ્રષ્ટિની બ્રાંતિથી બંને વસ્ત્રોને લાલ ઈએકદમ તે કપાયમાન થઈ અને બેલી કે, રે રે દાસિ? તું લાલ વસ્ત્રો કેમ લાવી? દાસી બોલી, દેવિ ? ચંદ્રની કાંતિ સમાન આ વસ્ત્રી નિર્મલ છે, તમે તપાસ કરો, પછી તે નિમલ વસ્ત્રો જોઈ પ્રથમ ઉત્પન્ન થયેલા ભ્રમ અને દુનિમિત્ત વડે રાણીએ જાણ્યું કે, હારૂં આયુષ હવે થોડું રહ્યું છે એમ માની વિષમિશ્રિત અન્નથી જેમ વિષાથી અત્યંત વિરકત થઈ ચારિત્ર લેવા માટે વારંવાર રાજાની પ્રાર્થના કરવા લાગી. રાજાએ કહ્યું, સમય ઉપર સ્વર્ગમાંથી અહીં આવી ત્યારે હુને પ્રતિબંધ કરે. એમ વાણીનો પ્રતિબંધ કરી રાજાએ દીક્ષા લેવાની આજ્ઞા આપી. ત્યાર બાદ પ્રભાવતી ગુરૂ પાસે દીક્ષા લઈ તપરૂપી ધનવડે સૌધર્મ લોકમાં દેવપણે ઉત્પન્ન થઈ. તેમજ અંતઃપુરમાં રહેલી તે પ્રતિમાની પૂજા
For Private And Personal Use Only