________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ.
(૫૧૧) સાંભળવામાં આવ્યું છે. માટે જરૂર અહીં અનિલગ ગંધહસ્તી આવ્યું હશે. અનિલગ હસ્તી પર બેસી ચંડપ્રોત રાજા અહીં આવી રાત્રીએ ઘરમાંથી પ્રતિમા તથા કુજીકાને પણ હરી ગયે એમાં સંશય નથી, કાર્તિકેયની માફક કોપવડે દુપ્રેક્ષ્ય ઉદાયન રાજાએ પ્રદ્યોતની સાથે યુદ્ધ કરવા માટે સૈન્ય સહિત પ્રયાણ કર્યું. તેમજ તેની સાથે પર્વતમાંથી નીકળતી નદીઓ વડે સંપૂર્ણ ગંગાના પ્રવાહ સમુદ્ર પ્રત્યે જેમ મુકુટધારી દશ રાજાઓએ સેના સહિત પ્રયાણ કર્યું. તેના સિનિકે ચાલતા ચાલતા અનુક્રમે અરશ્ય ભૂમિમાં જઈ પડ્યા, ત્યાં જળનું બિંદુપણ મળે નહીં, જળની ભ્રાંતિ વડે મૃગલાઓની માફક તેઓ આમતેમ ધોડવા લાગ્યા. ચારે તરફ ફરતાં હેમનાં તાળવાં તૃષાથી સુકાઈ ગયાં, માત્ર એક નેત્રના જળ વિના બીજું જળ દેખાતું નહોતું, તે પાણીને ત્રાસ જોઈ ઉદાયનરાજાએ પ્રભાવતી દેવનું સ્મરણ કર્યું. સ્વર્ગમાંથી આવી પ્રભાવતી દેવે ત્યાં સુંદર જલથી ત્રણ તળાવ સંપૂર્ણ ભર્યા, કાલના મુખમાં આવી પડેલા સૈનિકો તત્કાલ અમૃત સમાન તે જળનું વારંવાર પાન કરી જીવતા રહ્યા. જળપાન વડે જીવેલા લોકેએ તે સમયે જીવનીય અને અમૃત એ બંને જળનાં નામ સાર્થક માન્યાં. પિતાનું સૈન્ય સ્વસ્થ થયે છતે રાજાએ ત્યાંથી પ્રયાણ કર્યું. બહુ ઝડપથી ચાલતા તેઓ ઉજજયિનીમાં જઈ પહોંચ્યા, ત્યાં ઉદાયન અને પ્રદ્યોત રાજાએ પરસ્પર પ્રત મોકલી રથમાં બેસી યુદ્ધ કરવું એવી પ્રતિજ્ઞા કરી, સંગ્રામના રથમાં બેસી અભિમાનની મૂર્તિ સમાન ઉદાયનરાજા ધનુષ આણ ચઢાવી રણભૂમિમાં ઉભે રહ્યો. રથમાં બેસી આ રાજા
હારાથી જીતાશે નહીં એમ જાણે રથની પ્રતિજ્ઞાનો ત્યાગ કરી ગંધહસ્તીપર બેસી પ્રદ્યોતરાજા યુદ્ધ ભૂમિમાં આવ્યો. હસ્તી પર બેઠેલા પ્રદ્યોતને જોઇ કેપ કરી ઉદાયન બોલ્યો, રે રે ? તું
For Private And Personal Use Only