________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪)
શ્રીકુમારપાળચરિત્ર.
થઈ ગઈ. પછી તેજ વખતે પદ્માવતીએ ગુરૂને તેડવા માટે પોતાના માણસને પાટણ માકન્ત્યા.
યશશ્ચંદ્રગણિ.
પદ્માવતીએ માકલેલે માણસ સાયંકાલે ત્યાં પહાંચ્યા, સર્વ વૃત્તાંત તેણે નિવેદન કર્યું . સર્વ હકીકત જાણી સુરીશ્વર મહાદક્ષ એવા શ્રીયશશ્ચંદ્રગણિને સાથે લઈ ત્યાંથી નીકળ્યા. વિદ્યાધરની માફક આકાશમાગે તેઓ બ ંને જલદી ભૃગુપુરમાં આવ્યા. આમ્રભટને જોઇ તેને દેવીના ઉપદ્રવ છે એમ તેમના જાણવામાં આવ્યું. પછી શ્રી યશશ્ચંદ્રગણિએ તેની માતાને કહ્યું, મધ્યરાત્રીના સમયે બલિ પુષ્પાદિ સહિત કાઇ પુરૂષને અમ્હારી પાસે ત્હારે મોકલવા. તે વચન તેણીએ કબુલ કર્યું. ગુરૂમહારાજ પોતાના આશ્રમમાં ગયા. આ રાત્રી થઇ એટલે પદ્માવતીએ ગુરૂએ કહેલી વસ્તુઓ સહિત એક પુરૂષને તેમની પાસે મેાકલ્યા. તે પુરૂષને સાથે લઇ ગણિ સહિત શ્રી હેમચંદ્ર સૂરિ પેાતાના સ્થાનમાંથી સર્વ દેવીઓની સ્વામિની સૈધવી દેવીના મંદિર તરફ ચાલ્યા. કિલ્લાની બહાર ગયા એટલે ચકૂ ચક્ એવા ફ્ર શબ્દાવકે હીવરાવતા ચટક-ચકાલાઓના સમુદાય તેમના જોવામાં આવ્યા. આ યાગિનીઓના ઉપદ્રવ છે એમ જાણી ગુરૂએ ણિપાસે તેમના મુખમાં ખલિ–બાકલા નંખાવ્યા પછી તેઓ ચેટકની માફક અદૃશ્ય થઈ ગયાં. ત્યારબાદ ત્યાંથી આગળ જતા સૂરિએ અગ્નિસમાન પીળા મુખવાળું અને ખાવા માટે તૈયાર થયેલુ' કપિમ’ડલ જોયું. તેને પણ કૃત્રિમ છે એમ જાણી મૂર્ત્તિમાન્ મંત્રાક્ષર સમાન અક્ષતવડે સૂરિએ પ્રહાર કર્યો એટલે તે પણ કાંઇ નાશી ગયું. ત્યાંથી પણ આગળ ચાલતા સૂરિએ સેધવી દેવીના મ ંદિરની નજીકમાં યમરાજાના કિંકર સમાન મહાક્રૂર માર–ખિલાડાઓના સમૂહ જોયે તેને પણ લાલ પુષ્પના પ્રશ્નેપથી સૂરિએ દૂર કર્યો. પછી વિદ્યાનિધિસમાન ગુરૂમહારાજ પોતે
For Private And Personal Use Only