________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીકુમારપાળચરિત્ર.
પ્રગટ થયેલ પુણ્યરૂપી પુત્ર હારા એક ભવસાગરનું પાન કેમ નહીં કરે ?” એમ ગુરૂને આશીર્વાદ થયા બાદ તેઓ તીર્થ પરથી નીચે ઉતર્યા. ત્યાં તેની તલેટીમાં વાગભટે પોતાના નામથી નવીન નગર વસાવ્યું. તેમજ ત્યાં શ્રી ત્રિભુવનપાલવિહાર નામે ભવ્ય મંદિર બંધાવીને તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની મનહર મૂર્તિ પધરાવી. નગરની ચારે બાજુએ એવીશ બગીચાઓ બનાવીને દેવપૂજન માટે ચોવીશ ગામ પણ આપ્યાં. પછી વાગભટમંત્રી સદ્દગુરૂ અને સંઘ સહિત ત્યાંથી નીકળી પોતાના વતન-પાટણમાં ગયો અને તે ધર્માત્માઓને અગ્રણે થયે. શ્રીકુમારપાલરાજાની અને તેના મંત્રી વાક્ષટની આજ્ઞા
થી આમ્રભટ ભૃગુકચ્છ-ભરૂચ નગરમાં ગયો. આદ્મભટમંત્રી. પિતાના પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા તેમજ
પિતાના કલ્યાણ માટે તેણે શ્રીમુનિસુવ્રત સ્વામીના નવીન ચિત્યને પ્રારંભ કરાવ્યું. ત્યાં લોકો તેના નીચેની ભૂમિ ખોદતા હતા તેવામાં તે ગર્તા–ખાડાનું મુખ નેત્ર પુટની માફક એકદમ પોતાની મેળે મળી ગયું. તેથી રાક્ષસીની માફક તે ગર્તાએ ગળેલા ખેદ કામ કરતા કોને જોઈ તેમનાં કુટુંબ અત્યંત વિલાપ કરવા લાગ્યાં. આમૃભટ પણ ત્યાં આવ્યો અને તે ભયંકર બનાવ જોઈ બહુ ચિંતાતુર થઈ ગયે. અહ? ગર્તાનું નામ માત્ર પણ રહ્યું નથી, આ શું થયું ? મહાખેદની વાત થઈ. જેમ જીવિત માટે ઔષધ ખાવાથી રોગીનું મરણ થાય તેમ પુણ્યના માટે ચૈત્ય બંધાવતાં હુને ઉલટું આ મહાપાપ થયું. આટલા બધા પ્રાણુઓના મૃત્યુનું કારણ વૃથા હું કે, હવે દૂષિતની માફક હું લોકોને કેવી રીતે મુખ બતાવીશ. ગર્તામાં મારી ગયેલાઓની સ્ત્રીઓના અતિ ઉષ્ણુ પ્રસરતા વાવડે જીવતો હું જરૂર બળી જઈશ, એથી હું પોતેજ મરી જાઉં તે સારૂં.
For Private And Personal Use Only