________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૮૯) ત્યાર બાદ તેઓના વધથી ઉત્પન્ન થયેલા પાપ પંકને શુદ્ધ
કરવાની ઈચ્છાથી જેમ આમ્રભટઝુંપાપાત કરવા માણસાહસ. માટે પાસમાં રહેલા નર્મદાના તટપર ચઢ,
તેમજ સ્ત્રી પતિના માર્ગને અનુસરનારી હોય છે, એ શાસ્ત્ર સિદ્ધ હોવાથી તેના પતિએ ઘણું ના પાડી તે પણ ભર્તાની પાછળ મરવા માટે તેની સ્ત્રી પણ ઉભી રહી. રૂદન કરતા સેવકોએ “પૃપાપાત ન કરે ન કરે ”એમ નિવારે છતે પણ મરણીયાની માફક પિતાની સ્ત્રી સહિત તેણે તટપરથી પડતું મૂકયું. નીચે પડ્યો તેપણ પ્રિયા સહિત આમૃભટ શરીરે આબાદ રહ્યો અને તેજોમય મૂર્તિ હોયને શું? તેમ ત્યાં આગળ ઉભેલી કેઈક સ્ત્રી તેના જેવામાં આવી. પછી તેણે પૂછયું, ભદ્રે? બેલ, આવી કાંતિમય તું કોણ છે? અદષ્ટગમન કરતી તું અહીંયાં અકસ્માત્ ક્યાંથી આવી છે? શાંતદષ્ટિથી અવલોકન કરતી તે દેવી બોલી, વત્સ? આ ક્ષેત્રની
અધિષ્ઠાયિકા પ્રભાતિયા નામેંહું દેવી છું, પુણ્યના પ્રભાઢયાદેવી. સંસ્કારો જાગ્રત્ થાય એ હેતુથી આ ચૈત્યનો
આરંભ કરે છતે હારા સવની પરીક્ષા માટે આ સર્વ ઉપદ્રવ કર્યો છે. હે વીર કટીર? આ જગમાં તુ સ્તુતિ પાત્ર છે, કારણ કે, જેનું આવું અતિ ઉત્કટ ધર્યું છે. અન્યથા આ પ્રમાણે ઘણું લેકે મરે છે તોપણું હારી માફક કોણ મરે છે? વળી જેનામાં અગાધ સત્વ હોય છે તે જ પોતાની ઈષ્ટસિદ્ધિ કરી શકે છે. કારણ કે, નિ:સીમ પરાક્રમ વિના પૃથ્વીને અધિપતિ કે શું થાય? કેવળ એક સત્ત્વ પણ બલવાન થાય છે, વળી તે દયા સહિત હેયતે તેની વાત જ શી? જેમકે, સૂર્યનું તેજ બહુ પ્રચંડ હોય છે, પુનઃ ગ્રીષ્મથી ઉત્તેજીત થાય તો તેની પ્રચંડતાની શી વાત? ભદ્રી હારી ઉપર હું પ્રસન્ન થઈ છું, હારી શક્તિ
For Private And Personal Use Only