________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૭) ચિત્યનો ઉદ્ધાર કરવાનો છે અને ઉદ્ધાર કરનારે તું છે એવું બીજું કયું કાર્ય છે ? જેથી એની અનુમતિ આપવામાં ન આવે ? એ પ્રમાણે રાજા વડે બહુ સત્કાર કરાયેલ અને ગુરૂના આશીર્વાદથી ઉત્સાહિત થયેલ વાગભટ રાજાની માફક મોટી સમૃદ્ધિ સાથે તીર્થ પ્રત્યે ચાલ્યા. જલદી પ્રયાણ કરતો વાગભટ શત્રુંજય તીર્થ પર ગયે, શ્રી આદિનાથ ભગવાનનાં દર્શન કરી તંબુ નાખી ત્યાં સૈન્ય સહિત રહ્યો. અનેક હોંશીયાર સૂત્રધારોશિપિઓને એકઠા કર્યા, કે વિશ્વકર્મા પણ જેમની પાસે વિજ્ઞાનકળા શિખવાની ઈચ્છા કરે છે. ત્યાં ચૈત્યને ઉદ્ધાર સાંભળી પોતાની લક્ષમીના વ્યયવડે પુણ્યશ્રીને વિભાગ લેવાની ઈચ્છા કરતા ઘણું સાધમિક શેડીઆએ આવ્યા. તે દેશનો રહીશ ભીમનામે કોઈ વાણીઓ માથે ઘીની
કુલ્લી મૂકી મંત્રીના લશ્કરમાં ગયો. તેની પાસે ભીમવણિફ. ફક્ત છ સોનેઆની મુડી હતી. શુદ્ધ વ્યવહારથી
સર્વ ઘી વેચી દીધું. પોતાની હોંશીયારીથી તેણે એક રૂપીએ અને એક સોનેએ પૈદા કર્યો. સાતે સોના મહોરે મુડી માટે ગાંઠે બાંધી. ધાર્મિક વૃત્તિથી તેણે એક રૂપીઆનાં પુષ્પ લીધાં અને શ્રી આદિનાથ ભગવાનની પૂજા કરી. પછી આમ તેમ ફરતો ફરતો ભીમણિકું લશ્કર જેવાના કૌતુકથી વાગભટ મંત્રીના તંબુ આગળ આવ્યા. દ્વારપાલોએ રંકની માફક તેને વારંવાર દૂર કર્યો પણ તેણે અંદર સભામાં બેઠેલા અને દિવ્ય વૈભવથી વિરાજમાન મંત્રીને જોયે. તે જોઈ ભીમવિચાર કરવા લાગ્યું. એની પાસેના લેક અલંકારવડે દેવસમાનદીપે છે, અને તેમના મધ્યમાં બેઠેલો આ મંત્રીશ્વર લીલાવડે ઇંદ્રસમાન શોભે છે. અહે? એનામાં અને મહારામાં મનુષ્યપણું સરખું રહેલું છે. પરંતુ રત્ન અને પાષાણુની માફક ગુણવડે અમારા
For Private And Personal Use Only