________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૦)
શ્રીકુમારપાળચરિત્ર. બંનેમાં પણ કેટલું અંતર રહ્યું છે? “ભાગ્યવિના કંઈ નથી.” હંમેશાં વશ થયા હોયને શું તેમ અનેક ગુણો વડે આ મહાત્મા સેવાય છે અને હું કઈ ઠેકાણે સ્થાન નહીં મળવાથી જેમ દૂષ
વડે સેવાઉં છું. પુરૂષોત્તમની બ્રાંતિથી લક્ષ્મી એની નિરંતર સેવા કરે છે અને પુરૂષમાં અધમ એવા હારી સેવામાં તે તેની ઈર્ષ્યાથી જેમ અલહમી-દારિઘ હાજર રહે છે. વળી આ મંત્રી પિતાની કીર્તિની સ્પર્ધાવડે જેમ સર્વ જગતનું ઉદર ભરનાર છે. અને હું તે એ નિર્ભાગી છું કે, પોતાનો નિર્વાહ કરવામાં પણ શક્તિમાન નથી. દાન અને માનથી વશ થયેલા મહેટા પુરુષે પણ એની સ્તુતિ કરે છે અને દારિદ્રના ઉપદ્રવથી પીડાયેલી મહારી સ્ત્રી પણ હારી સ્તુતિ કરતી નથી. તેમજ આવા મહાન તીર્થને ઉદ્ધાર કરવા માટે આ મંત્રી સમર્થ છે અને હું તો પુરૂષ પ્રમાણુ તીર્થને પણ નવીન કરવા સમર્થ નથી. માટે આ મંત્રીજ પુણ્યમાં દષ્ટાંત છે એમ હું માનું છું, જેનું આવું અલૌકિક ચરિત્ર ચક્રવત્તીને જીતનારું વર્તે છે. એ પ્રમાણે ભીમવણિક વિચાર કરતો હતે. તેવામાં દ્વારપાલે તેને ગળે પકડીને બહાર કાઢી મૂકે. તે બીના મંત્રીના જેવામાં આવી. જેથી મંત્રીએ તેને તેજ વખતે પિતાની પાસે બોલાવરા, ભીમ ત્યાં આવી મંત્રીને નમસ્કાર કરી ત્યાં આગળ બેઠે. મંત્રીએ પિતાને માણસ હોય તેમ તેને પ્રેમથી પૂછયું, તું કોણ છે? ભીમે ધૃતવિકયથી થયેલે. લાભ તથા પૂજા વિગેરે પિતાનું વૃત્તાંત કહ્યું. મંત્રી બોલ્યા, ત્યને ધન્યવાદ ઘટે છે, નિર્ધન છતાં પણ જે હે આ પ્રમાણે શ્રીજીનેંદ્રભગવાનની પૂજા કરી. માટે સાધમિકપણાથી તું મારે ધર્મબંધુ છે. એ પ્રમાણે સભાસમક્ષ સ્તુતિ કરી વાગભટે ભીતિવડે બેસતો નહતો તે પણ હેને બલાત્કારે પોતાના આસન ઉપર બેસાડ્યો. દીવ્ય વસ્ત્રધારી મંત્રીની પાસે બેઠેલે મલિન
For Private And Personal Use Only