________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજમસર્ગ.
(૪૮૧) વધારી ભીમવણિક સ્ફટિકમણિની નજીકમાં રહેલા શ્યામ પાષાણસમાન દેખાતું હતું. ભીમવણિકે વિચાર કર્યો કે, હું દરિદ્ર છું તે પણ મહને મંત્રીએ જે માન આપ્યું તે જરૂર શ્રીજીનેંદ્રભગવાનની પૂજાનેજ મહિમા છે. તે સમયે સાધર્મિકબંધુઓ ત્યાં આવ્યા અને બહુ આનંદથી
તેમણે સભામાં વિરાજમાન મંત્રીશ્વરને તત્કાલ સાધમિકબંધુઓ. વિનતિ કરી કે, હે મંત્રી પુંગવ? તીર્થોદ્ધાર
કરવામાં માત્ર તું એકલે સમર્થ છે તે પણ બંધુસમાન અમને આ પુણ્યમાં જોડવાને તું યેગ્ય છે. કદાચિત્ ધાર્મિક પુરૂષ કે સમયે પિત્રાદિકને પણ છેતરે છે, પરંતુ ધાર્મિક
નેહપાશના બંધનથી સાધમિકોને છેતરતા નથી. માટે જે કંઈ દ્રવ્ય અમે ભાવથી આપીએ તેને આ તીર્થમાં નિગ કરી આપ અમારી પ્રાર્થના સફલ કરે. એમ તેમના બહુ આગ્રહથી ઉદારતાના સાગરસમાન મંત્રીએ તેમના નામ અનુક્રમે એક પત્રપર પોતે જ લખી લીધાં. પછી તે શેઠીઆએ સુવર્ણનારાશિ ત્યાં લાવતા હતા ત્યારે મંત્રીના અર્ધાસને બેઠેલે ભીમવણિક વિચાર કરવા લાગ્યો. અહ? મ્હારી પાસે મુડીમાં સાત સોનિયા છે તે જે આ ચેત્યના કાર્યમાં વપરાય તે હું કૃતાર્થ થાઉં. એમ તેને ભાવથયે, પરંતુ લજજાને લીધે તે બોલી શકે નહીં, બુદ્ધિના પ્રભાવથી મંત્રી તેના મનની વાત સમજી ગયો અને તેણે કહ્યું કે, બોલ તું શું કહેવા ધારે છે. એશ્વર્યને પ્રાપ્ત થયેલાની માફક ભીમણિ બહુ પ્રમુદિત થયો અને નિઃશંક થઈ તેણે મંત્રીને કહ્યું કે, મ્હારા પણ સાત
સ્મક-સેવૈયા આ કાર્યમાં તમે ગ્રહણ કરે. પોતાના મનમાં વિમિત થયેલ મંત્રી છે. હવે વિલંબ કરવાનું કારણ નથી. જલદી તે સેનયા તું અહીં લાવ, કારણ કે, થોડા સમયમાં ચત્યને (૩૧
For Private And Personal Use Only