________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
ઉદ્ધાર પૂર્ણ કરવા એવી મ્હારી ઇચ્છા છે. પછી રામાંચને ધારણ કરતા ભીમવણિકે પેાતાના નિધિની માફક તે દ્રવ્ય આપ્યું, એટલે વાગ્ભટે તેનુ નામ પત્રમાં સાથી પહેલુ લખ્યુ. તે જોઈ ધનાવા શેઠીઓનાં મુખ અંજનસમાન કાળાં થઇ ગયાં. મ ંત્રી એલ્યા, તમે શામાટે ઝાંખા પડયા છે? અમેએ ઘણું દ્રવ્ય આપ્યું છતાં પણુ એના સરખા તે અમે સર્વથા નજ થયા. મંત્રીએ કહ્યું, એના સામે ભાગ પણ તમે આપ્યા નથી, કારણ કે; આ ભીમવણકે પેાતાની સઘળી મુડી આપી છે. એ પ્રમાણે મંત્રીની વાણી સાંભળી લજ્જાને લીધે શેઠીઆએ નીચે મુખે જોઇ રહ્યા. ત્યારઆદ ભીમણિ સારી સ્તુતિથી પેાતાને ધન્ય માનતા હતા.
ખાદ્ય મ`ત્રીએ પાંચસેા સેાનૈયા અને નવીન ત્રણ ઉત્તમ વસ્ત્ર લઇ બહુ માનપૂર્વક ભીમણિને આપવા માંડચાં, ભીમસત્કાર. ત્યારે ભીમવણિક ખેલ્યા, આટલા ધનવડે હુ મ્હાટા પુણ્યના નાશ કરીશ નહીં, કુટેલી કાડીવડે કાટિધન કયા બુદ્ધિમાન્ ગમાવે ? પછી મંત્રીશ્વરની આજ્ઞા લઇ ભીમણિક્ પેાતાને ઘેર ગયા. પરંતુ સ ધન અર્પણુ કરવાથી પિશાચિની સમાન પેાતાની સ્ત્રીની ભીતિ તેના મનમાં બહુ હતી. તે દિવસે જાણે અન્ય હેાયને શુ તેમ તે સ્ત્રીએ પણ બહુ સ્નિગ્ધ વાકચાવડે લીમને પ્રસન્ન કર્યો. ભીમ મનમાં વિચાર કરવા લાગ્યા, અહા ! આ પણ એક આશ્ચર્ય છે કે; આજે આ સ્ત્રીના મુખમાંથી પ્રિય વચન નીકળ્યાં. જેમ વિષમાં અમૃત અને અગ્નિમાં કમલ હાય નહીં તેમ આ સ્ત્રીના મુખમાં કાષ્ઠ દિવસ લેાકને આનંદ આપનાર વચન નહાતુ. જો કે; આ મ્હારી શ્રી રાક્ષસી સમાન ઉગ્રસ્વભાવવાળી હતી તે સુ ંદર સ્વભાવવાળી થઈ. તેથી હું આજના સમગ્ર દિવસ ધન્ય માનું છું. ત્યાર બાદ ભીમે દ્રવ્ય વ્યયાદિકનું સર્વ વૃત્તાંત કહ્યું, તે સાંભળી સ્ત્રી પણ બહુ ખુશી થઈ
For Private And Personal Use Only