________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસ.
(૪૭૭ )
કરાવીશું. કદાચિત્ તેએ પિતૃભક્તિથી વિમુખ થઈ આ કાર્ય નહી કરે તે! અમે પેાતે જ આ બંને તીર્થોના ઉદ્ધાર કરીશું. અહા ? શ્રેયસ્ કાર્ય કાને પ્રિય ન હેાય ?
સ્વર્ગવાસ.
માંડલિકરાજાઓના વચનામૃતનું પાન કરવાથી આત્મશુદ્ધિ પામી શ્રીયુત ઉચનમંત્રી એલ્યા, અંતિમ આરાધના માટે કોઇ પણ સાધુને અહીં લાવે. બાદ મંડલેશ્વરાએ બહુ તપાસ કર્યો. પરંતુ સાધુના પત્તો લાગ્યા નહીં. પછી તેમણે વિચાર કર્યો કે; મંત્રીના સમાધિભંગ ન થાય એવી બુદ્ધિથી કાઇક સરળ હૃદયના કુંવારા વર્ડ પુરૂષને મુનિની ક્રિયા શિખવાડી સાધુને વેષ હેરાવી તેને મંત્રી પાસે લઇ ગયા. ગોતમની માફક તે મુનિને તેમજ સર્વ પ્રાણીઆને ખમાવી દુષ્કૃતની નિંદા અને અગણ્ય પુણ્યનું અનુમેાદન તેણે કર્યું, તેના દોષની શુદ્ધિરૂપ જલવડે સમ્યક્ત્વને ફરીથી ઉજ્જવળ કરી ભાવનારૂપ અદ્ભુત સુગ ધવડે આત્માને સુવાસિત કર્યા. બાદ સદ્ધાનરૂપ રસના સ’બંધ વડે મનને વિશુદ્ધ કરી શ્રીઉદયનમંત્રી સ્વર્ગ લક્ષ્મીના શિરામણ થયા. પછી તેની અત્યક્રિયા કરીને શ્રીકુમારપાળના સામત રાજાએ પાટણ પ્રત્યે ચાલતા થયા.
વૃષ્ટિથી વૃક્ષ જેમ મુનિવેષ ધારણ કરવાથી અને મત્રીના પ્રણામથી તે વંઠના હૃદયમાં ઉત્કટ વિવેક અંકુરિત કુમારપાળવિષાદ. થયા. આવા પુણ્યશાળી આ મત્રીને વઢાવી જો હું ફરીથી સેવક થાઉં તે મ્હારી સમજણુ શા કામની? આજ પ્રમાણે—ભાવ વિના જે વેષ ધારણ કરવાથી લેાકમાં બહુ મહત્તા પ્રાપ્ત થાય છે તેવા સાધુવેષને મૂકવા નહીં, ભાવથી શું ફળ થવાનુ છે? માટે આ વેષ વડેજ પરલેાકનું હિત હું સિદ્ધ કરૂં. ધર્મની માફક ફરીથી એની પ્રાપ્તિ મ્હને કયાંથી થાય ? એ પ્રમાણે પેાતાના મનમાં વિચાર કરી વેષધારી મુનિ
For Private And Personal Use Only