________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૬)
શ્રીકુમારપાળચરિત્ર. પણ બહુ સારી રીતે કરી. પરંતુ મંત્રી વારંવાર બહુ આક્રંદ કરતે હતા, તે જોઈ તેના નજીકમાં રહેલા મંડલાધિપ રાજાઓએ પૂછ્યું. મંત્રીશ્વર! શા કારણથી આપ આમ કરૂણ સ્વરે આકંદ કરે છે? પ્રથમ પણ વૈરીઓને નાશ કરનારા આવા અનેક સંગ્રામ આપે કર્યા હતા, અને વીરશ્રીને આભૂષણ સમાન આવા પ્રહાર પણ તય્યારા શરીરે લાગ્યા હતા. પરંતુ તે પર્વત સમાન સ્થિર ? હે કઈ દિવસ અતિ કરી નહોતી. માટે હારા હૃદયનું જે શલ્ય હોય તે તું કૃપા કરી અમને કહે ? ઉદયનમંત્રી ગળગળા કંઠે તેમને કહેવા લાગે, આ અતિ
દુસહ શસ્ત્રપ્રહારો છે તે પણ હુને તે બિલકુલ મંત્રીવિચાર. વ્યથા કરતા નથી, કારણ કે સ્વામીની આજ્ઞાથી
જેઓ પોતાના પ્રાણોને યુદ્ધદાવાનળમાં તૃણ સમાન હમે છે તેવા વીરપુરૂષને શસ્ત્રપ્રહાર સુખડી સમાન પ્રિય લાગે છે. કિંતુ શત્રુંજય અને શકુની ચૈત્યને મ્હારે ઉદ્ધાર કરાવ એવા નિયમપૂર્વક હે પ્રતિજ્ઞા કરી છે. હાલમાં આ પ્રમાણે મારૂં મરણ થયે છતે કલ્યાણશ્રેણીની માફક ખંડિત થતી મહારી તે પ્રતિજ્ઞા હારા હૃદયને આ લાગેલાં બાણેથી પણ અધિક વીધ છે, બીજું પણ દેવું મનુષ્યના દુ:ખને માટે પ્રાયે થાય છે, તે આ દેવનું રૂણ તે મહાદુઃખનું કારણ કેમ ન થાય? એક તો દેવરૂણ અને બીજું હારી પ્રતિજ્ઞાન ભંગ એ બેના ચિંતવનથી મંદની માફક હાલમાં હું ગુરૂં છું. તે સાંભળી માંડલિક રાજાએ બહુ વિસ્મય પામી બેલ્યા, હે સ્વામિન્ ? ચિતાની માફક તપાવનારી ચિંતાને વૃથા મા કરે. તમ્હારા પુત્ર વાગભટ અને આદ્મભટની પાસે એક ભક્તાદિક તમ્હારા સર્વ અભિગ્રહ ગ્રહણ કરાવીને રોડા સમયમાં જ તમે પ્રતિજ્ઞા કરેલા બંને તીર્થોને ઉદ્ધાર અમે કરાવીશું. સહારા કહ્યા પ્રમાણે આ કાર્ય અમે પાસે રહીને જરૂર
For Private And Personal Use Only