________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૭૫) કુશલ એવા અશ્વ ઉપર બેઠેલે, પ્રઢપરાક્રમને ધારણ કરતા સાક્ષાત્ર ધનુર્વેદ સમાન તે રાણે મંત્રીની આગળ થયે. સમાન સુભટના સમાગમથી પિતાને કૃતાર્થ માનતા અને હાથીની માફક ગર્જના કરતા તેઓ બંને ક્રોધ વડે યુદ્ધ કરવા લાગ્યા. પરસ્પર બાણુની વૃષ્ટિ કરતા, અને એક બીજાના બાણેને સંહાર કરતા તેઓ મિત્રની માફક બદલે ભૂલતા નહોતા. બહુ વેગથી ચાલતાં અને સર્વથા મધ્ય ભાગમાં નહી અટકતાં તેમનાં બાણે પિતાનું શીધ્ર ગમન સત્ય કરતાં હતાં. બાદ ઉદયન મંત્રીએ શત્રુના બાણ છેદને બચાવીને તેના હૃદયમાં પોતાના પરાક્રમની માફક બહુ જેસથી બાણ માર્યું. તે પ્રહારથી નીકળતા રૂધિરવડે ખરડાયેલા રાણાએ પણ રેષથી મંત્રીના કપાળમાં તીક્ષણ બાણ માર્યું. રણસંગ્રામમાં શસ્ત્રોના ક્ષતથી પ્રસરતા રૂધિર વડે ખરડાએલા મંત્રી અને રાણો બંને વર્ષારૂતુમાં ગેરિક–લાલ માટીના ઝરણોથી વ્યાપ્ત પર્વતો હોય ને શું તેમ શોભતા હતા. આ બંનેના મધ્યમાં કોનો જય થશે એમ લોકો ચિંતાતુર થયે છતે અને નિરં: તર સેંકડો બાણે પડે છતે પ્રહારથી જીર્ણ થયું છે અંગ જેનું એવા મંત્રીએ હસ્ત લાઘવથી જાણવડે મમલે હણીને તે શત્રુને યુદ્ધમાં માર્યો. ઉદયનમંત્રીના સૈન્યમાં આવતી જયશ્રીના ઝાંઝર ને ઝંકાર હોય તેમ જય જય ધ્વનિ થયું. પછી કીર્તિ સહિત શત્રુની લક્ષ્મી લઈ તેના પુત્રને તેના સ્થાનમાં બેસારી મંત્રીશ્વર શિબિર-સૈન્ય સ્થાનમાં આવ્યું. મર્મસ્થલના પ્રહારની વેદનાને લીધે મીંચાઈ ગયાં છે નેત્ર જેનાં એ તેમંત્રી તે દુઃખને ભૂલવાને જેમ માર્ગમાં મૂછિત થઈ ગયો. તેના સેવકોએ પવનાદિક ઉપચારવડે મહા કષ્ટથી તેને સચેતન કર્યો. પછી તેઓ તેને ઉપાડી ને શિબિરની અંદર લઈ ગયા. ત્યાં આગળ તેના સ્નેહિજનેએ સારી રીતે પથારી પાથરી મંત્રીને સુવાડ. તેમજ તેની સેવા
For Private And Personal Use Only