________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૮)
શ્રી કુમારપાળચરિત્ર. પરંતુ કાળધર્મના માર્ગે ગયેલા માણસો ક૯પાંતમાં પણ ફરીથી પાછા આવતા નથી. એમ સર્વકુટુંબને આશ્વાસન આપ્યા બાદ કુબેરઠેકીને ત્યાં કરેડે સુવર્ણચંદ્રક, લાખ રૂપીઆ, હજારે મણિરત્ન, જથાબંધ ગાય, ઘોડા અને ઉંટ, કેટલાક હાથી, અનેક દાસ અને અનેક વણિપુત્ર ગુમાસ્તાઓ, તેમજ ધાન્યના ઢગલાઓ, વસ્ત્ર, દુકૂળ અને ચંદનાદિકના ઢગેઢગ, તથા ઘર, દુકાન, હાણ અને સેંકડે રથાદિકને જોઈ શ્રીકુમારપાળરાજા વિસ્મય પાભ્યો અને તેણે કહ્યું કે ખરેખર આ કુબેરશ્રેષ્ઠી કુબેરદેવને અવતાર છે, અન્યથા આટલી લક્ષ્મી એને કયાંથી હોય? હે રાજન! આ સર્વ સમૃદ્ધિ આપ પોતાને સ્વાધીનકરે એમ વણિકલેકેના કહેવાથી શ્રીમાન કુમારપાલભૂપાલનું મુખકમળ કંઈક કમઈ ગયું અને તે પોતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યું કે, યમરાજા પણ કેવળ પ્રાણનેહરણ કરે છે, પરંતુ ધન હરણ કરતો નથી, તેણે ત્યજેલા ધનનું હરણકરતા રાજાએ યમથી પણ અતિનિર્દય ગણાય એ સત્ય છે. વળી આર્ય પુરૂષે જે કહે છે કે, રાજ્યક્તા નરકે જાય છે તે રૂદન કરતી અપુત્ર વિધવાઓના દ્રવ્યગ્રહણના પાપથીજ કહેવામાં આવે છે. ઉલટું રાજાઓને તો અનાથને ધન આપવું જોઈએ, બળાત્કારે તેમની પાસેથી રાજાઓ જે લઈ લે છે તે કોઈ નવીન સ્થિતિ જોવામાં આવે છે, માટે તૃતીયવ્રતને ભ્રષ્ટ કરનાર એવું આ અપત્રક ધન લેવું મને ઉચિત નથી એમ નિશ્ચય કરી ધર્માત્મા શ્રીકુમારપાળભૂપતિએ મહાજનને કહ્યું, પતિ અને પુત્રરહિત સ્ત્રીઓનું ધન રાજાઓએ બળાત્કારે ગ્રહણ કરવાથી જે દુ:ખ થાય છે તેવું દુ:ખ પોતાના પતિના મરણથી પણ થતું નથી એ વાત સ્પષ્ટ છે. જે પુત્ર હોય તો દ્રવ્યને અધિકારી તે થાય છે તે રૂદન કરતી સ્ત્રીઓનું ધન ગ્રહણ કરતા રાજાએ તેમના પુત્ર કેમ ને કહેવાય? વળી પોતાને પતિ મરવાથી તે સ્ત્રીઓ પ્રથમ પણ
For Private And Personal Use Only