________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૦),
શ્રી કુમારપાળચરિત્ર. બંધાવ્યું. જેની ઉંચાઈ પચીશ હાથની હતી. તેમાં પિતાના પિતાના કલ્યાણમાટે પુણ્યબુદ્ધિથી તેણે સવાસો આગળના પ્રમાણવાળી શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ પધરાવી. પ્રથમ અવસ્થામાં માંસને સ્વાદ લેનાર બત્રીશદાંતની શુદ્ધિ માટે એક વેદી ઉપર નંદીશ્વર દ્વીપમાં કુરણાયમાન રાજધાનીનાં ચિત્યેના અનુજ હોય તેમ મંડપાદિકથી શોભતા અને નિર્દોષ બત્રીશ પ્રાસાદ બંધાવ્યા. ગુરૂની આજ્ઞાથી તેમાં બે વેત, બે કૃષ્ણ, બે લાલ, બે નીલ, અને સોળ સ્વર્ણ સમાન એમ ચોવીશ ચૈત્યમાં શ્રીમાન વૃષભાદિક જીને દ્રોની મૂર્તિઓ સ્થાપન કરી, તેમજ ઉધૃત કરેલાં ચાર મંદિરમાં શ્રી સીમંધરાદિક ચાર મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી બાદ રોહિણી–પ્રથમવિદ્યા, સમવસરણ, પિોતાના ગુરૂની બને પાદુકાઓ અને અશેકમ એ ચારની સ્થાપના બાકીનાં ચાર મંદિરેમાં કરી. - પ્રથમ દુ:ખાવસ્થામાં ભ્રમણકરતા શ્રીકુમારપાલભૂપતિએ
નિર્ધનતાને લીધે રૂપાની મુદ્રાઓ લઈ લીધી રાજકૃતજ્ઞતા. હતી, ત્યારે જે ઉંદર મરી ગયે હતા તેથી ઉત્પન્ન
થયેલા પાપ સંતાપને દૂરકરવામાટે ધારાયંત્રફુવારાની માફક એક સુંદર ઉંદરવિહાર નામે ચિત્ય બંધાવ્યું. તેમજ નામાદિકને પણ નહી જાણતી જે દેવશ્રીએ માર્ગમાં ત્રણ દિવસના ભુખ્યા રાજાને કરંભક જમાડી તેની ક્ષુધા દૂર કરી હતી, તેના પુણ્યની વૃદ્ધિ માટે અને સ્વાર્થની સિદ્ધિમાટે કૃતજ્ઞતાને લીધે ભૂપતિએ કરંભવસતિનામે વિશાળ પ્રાસાદ કરાવ્યું. એક દિવસ રાજર્ષિકુમારપાળ વાર્ભટે બંધાવેલા ચિત્યમાં શ્રી
નેશ્વરોને નમસ્કાર કરવા માટે અને પાપને તિરસ્કાર કરવા માટે ગયે. ત્યાં નેપાલદેશના રાજાએ મોકલેલું, પ્રમાણમાં એકવિશ અંગુલ, પ્રાચીનપુરૂષોએ કહેલું, ચંદ્રકાંત મણિમય અને દર્શન
For Private And Personal Use Only