________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૭૧) માત્રથી બાહ્ય તથા અત્યંતર તાપનાશક બહુ અદ્ભુત શ્રી પાર્શ્વ નાથ ભગવાનનું બિંબ આવ્યું હતું. ચંદ્રબિંબસમાન તે બિંબને વારંવાર જોતાં રાજાનાં નેત્ર કુમદના માફક પ્રફુલ્લ થઈ ગયાં. પછી તે મૂત્તિ પિતાના હાથમાં લઈ શ્રીકુમારપાલભૂપતિએ વાલ્મટને કહ્યું, મને આ ચેત્ય આપે, જેથી આ મૂર્તિને હું પધરાવું. બહુ ખુશી થઈ વાભટ પણ બોલ્યો, હારી ઉપર હેટી મહેરબાની, આજથી આ ચેત્ય શ્રીકુમારવિહાર નામે પ્રસિદ્ધ થાઓ. પછી ભૂપતિએ હોંશીયાર ઝવેરીઓને બોલાવી તેમની પાસે પિતાના ચિત્તની મા ફક તે બિંબને ઉજવળ કરાવી તે ચૈત્યની અંદર તેની પ્રતિષ્ઠા કરી. વળી તે ચૈત્યને ચાલની સમાન સર્વ બાજુએ જાળી હોવાથી તે બિબની ઉપર સંપૂર્ણ ચંદ્રકિરણે પડે છે. તેથી ચંદ્રબિંબની માફક તે બિંબમાંથી સમસ્ત આધિવ્યાધિને શાંત કરનાર સુધારસ અતિશય ઝરે છે. દિવ્યઔષધ સમાન તે સુધારસ વડે સર્વ ચક્ષુના દેષ તથા અનેક પ્રકારના પ્રાણીઓના સંતાપ તત્કાલ શાંત થાય છે. તેમજ પ્રથમ અર્ણોરાજને પરાજય કર્યો ત્યારે ચિત્ય બંધાવવાની ઇચછા કરી હતી તે વીશ હાથ ઉંચે પ્રાસાદ તારંગાજી પર્વત પર બંધાવ્યું. તેમાં શ્રી અજીતનાથ ભગવાનની એકસે એક આંગળ પ્રમાણુની મૂર્તિ બનાવરાવી પિતાના મૂર્તિમાન ધર્મની માફક તે મૂર્તિની સ્થાપના કરાવી. પછી સ્તંભતીર્થ–ખંભાતમાં ભગવાન શ્રી હેમચંદ્રસૂરિથી જ્યાં વ્રતલાભ થયો હતો તે શ્રીઆ લિંગ નામે જીનમંદિર બહુજ જીર્ણ થયું હતું, તે મંદિરને ગુરૂના
નેહવડે મૂલમાંથી નવીન કરાવી તેમાં શ્રી વીરભગવાનની રત્નમયી મૂર્તિ સ્થાપના કરી. એ સર્વ ચૈત્યમાં મોટા ઉત્સવપૂર્વક શ્રીહેમચંદ્રસૂરિએ વિધિ પ્રમાણે પિતાના હાથે પ્રતિષ્ઠા કરી. એ દરેક ચેત્યેની પૂજા માટે પુપિોથી ભરપૂર ઘણુ બગીચાઓ અને ભેગને માટે ઘણું ધન શ્રીમાન કુમારપાલભૂપતિએ આપ્યું. ત્યારબાદ
For Private And Personal Use Only