________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૬)
શ્રી કુમારપાળચરિત્ર. નથી. રસાવલી વિગેરે અતિ દુશ્ચરનાના પ્રકારનાં તપ વડે બહુ દુર્બળ થએલા વિક્રમ મુનિને જોઈ મુનિચંદ્રનામે તેમના ગુરૂએ કહ્યું, વિક્રમ મુને? ગ્રીષ્મકાલના સૂર્યવડે તળાવ જેમ આવા તીવ્રતપવડે તહારૂં શરીર શેષાઈ ગયું છે. માટે તે તપને ત્યાગકરી હવે તહે ભાવના ભાવ, પવનના સમૂહની માફક આ ઉચ્ચ ભાવનાવડે કર્મ રેણુને સમુદાય નષ્ટ થયે છતે કૈલાસ પર્વત જેમ આત્મા શુદ્ધ થાય છે. કર્મ રજથી ખરડાયેલે આ આત્મા જ્યાં સુધી ભાવના રસવડે વારંવાર પ્રક્ષાલન કરવામાં ન આવે ત્યાં સુધી કેવી રીતે નિર્મલ થાય? એ પ્રમાણે પોતાના પૂજ્યગુરૂને ઉપદેશસાંભળી ઉદારમનવાળા વિક્રમ મુનિ ભાવનાવડે આત્માને ભાવતાછતા મુક્તિગ્રહની એક નિસરણી સમાન ક્ષપકશ્રેણીને પ્રાપ્ત થયા. પછી સર્વ કર્મોને ક્ષય કરી કેવળશ્રીને પ્રાપ્ત કરી તે વિક્રમ મુનિ મહા આનંદમય પરમધામને પામ્યા. પુન: શ્રી હેમચંદ્રસૂરિ બોલ્યા, હે કુમારપાલનરેશ! દાનાદિક ચાર પ્રકારના ધર્મઉપર વિક્રમરાજાની આ કથા સાંભળી તું પણ મન, વચન અને કાયાવડે દાનાદિક ધર્મનું હંમેશાં સેવન કર. ત્યારબાદ શ્રેષ્ઠબુદ્ધિમાન શ્રી કુમારપાલરાજા સત્પાત્રદાનાદિકમાં વિશેષ પ્રવૃત્ત થયે. “ઉપદેશ શ્રવણ કરીને જે તે પ્રમાણે આચરવામાં ન આવે તો તે વૃથા થાય છે. તેમજ તે શ્રીકુમારપાલ રાજા ચતુર્વિધ જૈનસંઘ, જૈનમંદિર, જૈનબિંબ અને પુસ્તક એ સાતે ક્ષેત્રમાં બીજની માફક પોતાનું દ્રવ્ય વાવતો હતો. અન્યદાશ્રીકુમારપાળરાજ સભામાં બેઠા હતા તે સમયે કંઈક
કર્માએલામુખે મહાજનલેકે રાજસભામાં આમહાજનપ્રાર્થના. વ્યા. રાજાને નમસ્કારકરી તેઓ પિતાને ઉચિત
સ્થાને બેઠા. અતિશય પરાજીત થયા હોય તેમવિલક્ષણ સ્વભાવને પ્રાપ્ત થયેલા તેમને જોઈ રાજાનું હૃદય ચિંતાતુર થઈ ગયું અને બહુ આદરથી તે બોલ્યા, હે મહાજનલોકો?
For Private And Personal Use Only