________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૨ )
શ્રી કુમારપાળચરિત્ર. નાખે છે. તેમજ મનરૂપી ક્યારામાં શમ-શાંતિ રૂપ જળથી સિંચેલે, વૈરાગ્યરૂપ મૂળ, વિશુદ્ધશીળરૂપ શાખાઓ, પ્રભાવરૂપી પુષ્પ અને શુભ કાર્યરૂપ ઉત્તમ ફળરાશિને ધારણ કરતો તારૂપ વૃક્ષ કોને સેવવા લાયક ન હોય? વળી કાષ્ઠરાશિને અગ્નિ જેમ નાના પ્રકારના આરંભ સમારંભથી પ્રગટ થયેલા પાપના ક્ષય માટે તપશ્ચર્યા જ હોય છે. અવધિ જ્ઞાનાદિક લબ્ધિઓ અને અણિમાદિક સિદ્ધિઓ પણ જેની આજ્ઞાથી વિલાસ કરે છે તે તપની હું મેશાં ઉપાસના કરવી જોઈએ. બાહ્ય અને અત્યંતર ભેદવડે તે તપ બાર પ્રકારનું કહ્યું છે. મુનિઓના કર્મશત્રુને જીતવા માટે બાર આરાવાળા ચકની માફક તે શક્તિમાન થાય છે. તપના બાર ભેદ નીચે મુજબ – 'ઉપવાસ, ઊદરતા, વૃત્તિને સંક્ષેપ, રસત્યાગ, પશરીરલેશ, અને સંલીનતા, એ પ્રકારનું બાહ્ય તપ. પ્રાયશ્ચિત્ત, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, પકોત્સર્ગ અને શુભધ્યાન એ છ પ્રકારનું અંતરંગ તપ. આ સર્વ પ્રકારનું તપ સર્વ સંગના ત્યાગી મુનિને જ હોય છે. પરંતુ અનેક આર. ભમાં તત્પર થયેલા ગૃહસ્થાશ્રમીથી સંપૂર્ણ રીતે તે થઈ શકતું નથી. સંયમશ્રી અને તપશ્રી એ બંનેને પરસ્પર બહુ પ્રીતિ હોય છે. જ્યાં સંયમશ્રીને ઉલ્લાસ હોય છે ત્યાં તપ:શ્રીને પણ ઉલ્લાસ થાય છે, માટે સંયમશ્રી એજ ભવસાગરને તારનાર છે. આ પ્રમાણે સૂર્યની કાંતિ સમાન ગુરૂની વાણીવડે વિકમ
રાજાનાં બધચક્ષુ ખુલ્લાં થઈ ગયાં. પોતાના દીક્ષાગ્રહણ પુત્રને રાજ્ય આપી વિક્રમરાજાએ ગુરૂ ચરણમાં
- દીક્ષા ગ્રહણ કરી. ગુરૂની પાસમાં દશ પ્રકારની સામાચારીને અભ્યાસ કરી તેમણે માસક્ષમણદિક દુસ્તપ તપની આરાધના કરી. તેના તે તપની ઘણું વૃદ્ધિ થવાથી દેવતાઓને આકર્ષવામાં સમર્થ એ તેમને પ્રભાવ બહુ બલવાન્ થયે એ
For Private And Personal Use Only