________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૫૩) સ્ત્રીઓના ગુણરૂપ સમુદ્રને પાર પામેલી રત્નમંજરીને અતિ
શય આનંદ આપતા વિક્રમરાજા નિરંતર કામરત્નમંજરીરાણું. દેવને કૃતાર્થ કરતો હતો અને જેમ જેમ વૈભવની
વૃદ્ધિ થવા લાગી તેમ તેમ તેનું દાન પણ બહુ વધવા લાગ્યું. દિવસની વૃદ્ધિ થવાથી સૂર્યનું તેજ શું વધતું નથી? તેના ઉત્કૃષ્ટ દાનગુણથી ઉત્પન્ન થયેલ યશરૂપી પટધ્વનિ સર્વત્ર પ્રસરી ગયે, જેથી નિદ્રિત થયેલા યાચકો જાગ્રત થયા. દૂર દેશમાં રહેલા યાચકો પણ તેને અસામાન્ય દાની માનતા ભ્રમરાએ કમલ પ્રત્યે જેમ દાન લેવા માટે વિક્રમ પાસે આવવા લાગ્યા. ત્યારબાદ હરિશ્ચંદ્રરાજાને પુત્ર નહોતે તેથી તેણે પોતાનું વૃદ્ધત્વ જઈ વિક્રમને રાજ્યાસને સ્થાપન કર્યો. પછી તે કાળ કરી પરલેકમાં ગયે. હવે રાજ્યના બલથી વિક્રમરાજા વસંત સમય પામીને કામદેવ જેમ બહુ તેજસ્વી થયો. તેના પોથી પ્રેરાયેલા હોય તેમ મહેટા રાજાએ પણ વિનયવંત થઈ દિવ્ય ભેટવડે વિક્રમરાજાને સેવવા લાગ્યા. સ્ત્રીઓ તેને ઘણું હતી છતાં પણ તેણે અતિપ્રિય હેવાથી રત્નમંજરીને પટ્ટરાણું પદ આપ્યું. પ્રોઢ પ્રીતિની આગળ આ પદ કેણ માત્ર છે? વર્ષાકાલના ઉદયસમાન વિક્રમરાજાએ ન્યાયરૂપી જળવડે પૃથ્વીનું સિંચન કરે છn, ખલપુરૂષો જવાસાની સ્થિતિ પામ્યા. અને સાધુપુરૂષે કદંબપુષ્પની માફક બહુ પ્રફુલ્લા થયા. તેમજ તેના અતિ વિશાળ રાજ્યમાં ઉચ્ચ શ્રવસૂ નામે ઈદ્રના અશ્વને જીતનારા ઘોડા હતા, ઐરાવત સરખા હાથી અને બહસ્પતિ સમાન મંત્રીઓ હતા. વળી તેનું ચતુરંગ સૈન્ય એટલું હેઠું હતું કે, જેના સંચારથી ચક્રવતી પણ શંકા કરતો હતો એમ હું માનું છું. અહ? ઉત્તમ પ્રકારના દાનનો મહિમા ત્રણલેકમાં પણ માતે નથી, કારણકે, જે દાનના પ્રભાવથી તે દરિદ્ર પણ આ વિક્રમ રાજ્યક્તા થયે. એમ પોતાના મનમાં વિચાર કરી સર્વનગરના
For Private And Personal Use Only