________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસ..
(૪૫૧) દલે મહારાથી વળી શકે તેમ નથી છતાં પણ કૃતજ્ઞતાને ઉચિત કંઇપણ મહારે હારૂં હિત કરવું જોઈએ. એમ કહી તેણે તે આકાશગામિની વિદ્યા અને એક વીંટી તેને આપી. વિશેષમાં તેણે કહ્યું કે, આ વીટીનો પ્રભાવ એવો છે કે, એના સ્પર્શવાળા જળથી સર્વ પ્રકારનાં વિષ ઉતરી જાય છે. મિત્ર? કઈ વખત અહીં આવી આપને ફરીથી હું મળીશ, એમ કહી વિદ્યાધર પિતાના
સ્થાનમાં ગયો. વિદ્યા અને વીંટી મળવાથી સંતુષ્ટ થઈ વિક્રમ પણ પિતાને ઘેર ગયે. લક્ષમીના પ્રતિબિંબસમાન અને સુંદર પોપટ જેમાં રહેલો છે
એવી આશ્રમંજરીસમાન અતિ મને હારી રત્નવિષાપહાર. મંજરી નામે હરિશ્ચંદ્ર રાજાની પુત્રી બગીચાની
અંદર જઈને પોતાની સખીઓ સાથે ક્રિીડા કરતી હતી. ત્યાં તેને કોઈક દુષ્ટ સર્પે દંશ કર્યો. તેનું વિષ ચરણથી મને સ્તક સુધી એકદમ વ્યાપી ગયું. જેથી તે કાપેલી વેલડીની માફક મૂચ્છિત થઈ ભૂમિ ઉપર ઉઠવા લાગી. તે વાત જાણી તેનાં માતા પિતા વિગેરે તેની પાસમાં આવ્યાં અને વિષહારક ગારૂડિક વૈદ્યો પાસે વિષ ઉતારવાના ઘણુએ ઉપાય કરાવ્યા. પરંતુ અભવ્યમાં ઉપદેશ અને બાલકમાં સ્ત્રી કટાક્ષ જેમ તેમણે કરેલા સર્વ ઉપાયે તેને વિશે નિષ્ફલ થયા. મરી ગયેલી હોય તેમ તેને માની તેનાં માતાપિતા તેના દુખથી બહુ દુઃખી થઈ ગયાં અને ક્ષણમાત્ર તે દુઃખને વિન કરનારી મૂર્છાને સ્વાધીન થઈ પડયાં. શીતઉપચારથી હરિશ્ચંદ્ર સચેતન થયો. ત્યારબાદ તેણે મંત્રીના વિચારથી તેજ વખતે શિવપુરનગરની અંદર પટહશેષણ કરાવી કે જે હારી પુત્રીને સજીવન કરે તે પુરૂષને અર્ધી રાજ્ય સાથે મૃતિમતી કુલલક્ષમી સમાન આ મ્હારી પુત્રી હું આપીશ. એવી ઘષણ સાંભળી ઉત્તમ ક્રમને આશ્રય કરી વિક્રમ પિતાની વિટી
For Private And Personal Use Only