________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ,
(૫૭) લઈ જાય છે? ભૂમિપર રહેલા અને ઉપાય વિનાના અમે શું કરીએ? આ અશ્વતે આકાશમાં ઉડ્યો છે. એમ હાહાર કરતા રાજાના વાર જોઈ રહ્યા હતા, છતાં તેમની દષ્ટિથી અગોચર થઈ તે માયાવીની માફક બહુ વેગથી કેઈ સ્થળે ચાલ્યા ગયે. હાહા? આ હેટું આશ્ચર્ય છે કે, આકાશ માર્ગે જોડો દોડ્યો જાય છે. અથવા આ અશ્વ નથી. પરંતુ કેઈ કપટધારી દેવ હવે જોઈએ. આકાશમાં મહને કયાં લઈ જવા ઈચ્છે છે? એમ વિક્રમરાજ વિચાર કરતા હતા, તેટલામાં કેઈક વનમાં દૂર જઈ ત્યાં વિક્રમરાજાને મૂકી તે અશ્વ અદશ્ય થઈ ગયે. આકાશમાંથી પડેલાની માફક વિક્રમરાજા દિશાઓમાં દષ્ટિ
ફેરવતા હતા. તેવામાં ત્યાં આગળ સુંદર અંગદિવ્યસ્ત્રીયુગલ. વાળી બે સ્ત્રીઓ તેના જેવામાં આવી. નિર્નિ
મેષ-સ્થિર દષ્ટિ હોવાથી અને અતિશય લાવને લીધે આ દેવીઓ છે. મનુષ્ય જાતિ નથી. એમ તેણે નિશ્ચય કર્યો. પૂર્વે જોયેલી હોય તેવી તે બંને સ્ત્રી નેહ પૂર્વક બેલી,
સ્વામિન્ ? અમે આપની બહુ વખતથી વાટ જઈએ છીએ. આપને આવતાં ઘણે વિલંબ કેમ થ? એમ કહી તે બંને સ્ત્રીઓ રાજાને ઉપાડી ક્ષણમાત્રમાં પંચરંગી મણિઓથી બાંધેલા મહેલના સાતમે માળે લઈ ગઈ. તારૂણ્ય અને પવિત્ર લાવણ્ય રસના સિંચનથી શંકરે બાળી નાખેલા કામને સચેતન કરતી, શૃંગાર રસનું સર્વસ્વ અને કામદેવનું ખાસ જીવિત હોય ને શું ? તેવી કોઈક દેવી ત્યાં પલંગ પર બેઠેલી વિક્રમરાજાએ જોઈ. બાદ દેવી પણ પલંગ પરથી નીચે ઉતરી, અને આંતરિક વિનયને સ્વીકાર કરી પ્રેમપૂર્વક તેણીએ રાજાને બહુઆતિથ્ય સત્કાર કર્યો. પછી પિતાની દેવી પાસે સ્નાન કરાવી પતે તેને દીવ્ય રસાઈ જમાડી વસ્ત્રાદિકથી વિભૂષિત કર્યો. પછી દેવી વિક્રમરાજાની આગળ. બેઠી. કૃત્રિમ
For Private And Personal Use Only