________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૫૯) વિકમ બોલ્યા હે દેવી! લ્હારું કહેવું ઠીક છે પરંતુ જીવતાં સુધી
હારે પરસ્ત્રીને ત્યાગ છે. પોતાની સ્ત્રી સિવાય અન્ય દેવીઓને પણ પ્રાણતમાંએ હું સેવવાને નથી. કારણ કે, પોતાના વતભંગથી હું બહુ ભય પામું છું. વળી કાચના ટુકડા માટે માણિક્યને કેણું ભાગે? અથવા ધતૂરને માટે કલ્પવૃક્ષને કણ કાપી નાખે? એક લેઢાના ખીલામાટે દેવમંદિરને કેણ પાડે? તેમજ ક્ષણિક સુખ માટે સંસાર તારક શીલવ્રતને કોણ ત્યાગ કરે? રે રે મૂઢ? હું હારી ઈચ્છા કરું છું છતાં તું જે મહારો અનાદર કરીશ તે હું હારા મસ્તકને કમલનાળની માફક ખદ્ગથી હાલજ કાપી નાખીશ. એમ કહી તે દેવી રાક્ષસી જેમ ભયંકર આકાર કરી ખડ્ઝ ઉગામીને રાજાનું મસ્તક કાપવા દોડી. પ્રાણ ભલે ચાલ્યા જાય, પરંતુ પિતાના શીલની રક્ષા કરવી એવો નિશ્ચય કરી નવકારનું સમરણ કરતા રાજાએ છેદવામાટે પોતાનું મસ્તક નીચું નમાવ્યું. તેમજ નીચા મસ્તકે દઢ વૈર્યથી રોમાંચિત થઈ રાજા દેવીના પ્રચંડ ખ ગઘાતને સંકુચિત દષ્ટિથી જુએ છે, તેટલામાં અહો? શીલને મહિમા અદ્ભુત છે એમ વારંવાર બહુ હર્ષથી સ્તુતિ કરતી દેવીએ રાજા ઉપર પુષ્પની વૃષ્ટિ કરી, આ દેવી મારવાને તૈયાર થઈ હતી એ શું? અને આ પુ૫નીવૃષ્ટિ કયાંથી? એમ પોતાના મનમાં આશ્ચર્ય માનતા રાજાને દેવીએ કહ્યું. હાલમાં પિતાની સભામાં બેઠેલા ઈશાનેદ્ર પિતાના જ્ઞાનથી શીલવ્રતમાં સ્થિર હુને જાણીને દે
ની આગળ કહ્યું કે, હે દેવે ? ધાતકીખંડના ભરતક્ષેત્રમાં શિવપુરનગરને રાજા વિક્રમ હાલ શીલવ્રતમાં જે દઢ છે તે બીજે કઈ નથી. પ્રાયે ચારિત્રધારી-મુનિ પણ શીલથી કદાચિત ચલાયમાન થાય, પરંતુ વિક્રમરાજા અસરાઓથી પણ પોતે ચલાયમાન થાય નહીં. લાવણ્યવતી અસરાઓમાં ચૂડામણિ સમાન હું તેની દેવી છું, આ હારી પ્રશંસા સાંભળી ઘણે
For Private And Personal Use Only