________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમાર્ગ.
(૪૪૯ ) પ્રીતિવડે રોમાંચિત થઈ ગયે અને બહુ ભાવના ભાવતા તેણે વંદન કરી શ્રી જીતેંદ્રભગવાનને વિશુદ્ધ અન્ન વહેરાવ્યું. તે સમયે અતિ ગંભીર શબ્દો વડે ત્રણે લોકમાં તેના ઉત્તમ પ્રકારના દાનને ઉચ્ચ સ્વરે પ્રસિદ્ધ કરતા હોય તેમ આકાશમાં દુંદુભિનાદ થયા. તેમજ તે સમયે વિક્રમના ઘર ઉપર તે દાનનું આશ્ચર્ય બતાવનાર આકાશમાંથી હર્ષાશ્રુની વૃષ્ટિ સમાન ગધેદકની વૃષ્ટિ થઈ. તે દાનીને પૂજવા માટે જેમ દેવતાઓએ પ્રફુલ્લ પુપની વૃષ્ટિ કરી. આકાશમાંથી પડેલાં અપૂર્વ રત્ન અને સુવર્ણ શશિના મિષથી વિક્રમના ઘરમાં લક્ષ્મી એ પોતાની રાજધાની કરી હોય તેમ સ્થિરતા કરી. તેમજ તે દાનવડે તેના ઘરમાં પુણ્યરાજાને પ્રવેશ થયે એ કારણથી જેમ દેએ આકાશમાંથી વસ્ત્રો નાંખ્યાં તે ઘટિત છે. આ પ્રમાણે ત્યાં દાનના પ્રભાવથી પંચ દીવ્ય પ્રગટ થયાં, તે દાનનો અભુત મહિમા જોઈ હરિશ્ચંદ્રરાજા પતે તે સમયે પરજન સહિત ત્યાં આવ્યું અને બંટીની માફક તેણે વિક્રમની સ્તુતિ કરી. પછી શ્રીજીનેંદ્રભગવાને ત્યાંથી અન્યત્ર વિહાર કરે છતે પાત્ર દાનનો હેટા ઉદય જોઈ મહા બલવાન વિકમે પિતાને ધન્યમાની ભેજન કર્યું. બાદ કલાસસમાન પોતાનું મંદિર બંધાવી કામદેવ સંબંધી કીડા કરતે તે સ્વેચ્છા પ્રમાણે સુખ વિલાસ કરતા હતા. અન્યદા વિક્રમક્ષત્રિય સમીવડે નરેંદ્રસમાન અતિ ઉદાર વેષ
પહેરી મનહર ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે ગયે. નીલકંઠવિદ્યાધર. ત્યાં પુના ગુચ્છરૂપી સ્તન અને ફુરણાયમાન
૫૯લવરૂપી છે હસ્ત જેમના એવી લતારૂપ અંગનાઓએ વિલાસવડે તેનું મન હરી લીધું. નંદનવનની માફક પુષ્પોના સમૂહવડે ચિત્તને-મનને આનંદ આપનાર તે ઉદ્યાનમાં ભેગીપુરમાં ચૂડામણિસમાન તે વિકમે ખૂબ કીડા કરી.
For Private And Personal Use Only