________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૪ર૩) લંબ કરીશ નહીં, ગુપ્ત કાર્ય કરવાને કામધેનું સમાન રાત્રિ ન ચાલી જાય તેટલામાં જલદી તું કાષ્ઠની ચિતા તૈયાર કર. રાજાને એ નિશ્ચય જાણું અગાધ બુદ્ધિમાન ઉદયનમંત્રી
તત્કાલ ગુરૂની પાસે ઉપાશ્રયમાં ગયે અને આ મંત્રિત જળ. સર્વ વૃત્તાંત તેમને કહ્યું. વિદ્યાનિધિ શ્રીમાન
| હેમચંદ્રસૂરિ બેલ્યા, મરણની વાર્તાથી સર્યું, એ કંઈપણ ઉપાધિ કરવાની જરૂરનથી, કંઈક ઉષ્ણ પાણી તે લાવ. હું મંત્રીને આપું, સૂર્યના કિંચિત્ પ્રકાશથી જગત્નું અંધારું જેમ તે મંત્રિત જલના સ્પર્શ વડે રાજાના શરીરમાંથી કુષ્ઠ રોગ ચાલે જશે. તે સાંભળી મંત્રી બહુ ખુશી થયો અને તરત જ તેણે પાછું લાવી આપ્યું. ગુરૂશ્રીએ પોતે સૂરિમંત્રવડે મંત્રીને તે જળ ઉદયનને આપ્યું. અમૃત સમાન તે જળને લઈ મંત્રી રાજા પાસે ગયે અને તેણે કહ્યું કે, આ જલ ગુરૂ મહારાજે કહ્યું છે. પછી સિદ્ધરસના સ્પર્શથી લેહ જેમ તે જળના સ્નાનથી રાજાનું શરીર સુવર્ણ સમાન થઈ ગયું. જળના રોગથી પ્રથમ કરતાં પણ અધિક કાંતિમય શરીર જોઈ રાજા હર્ષ અને આશ્ચર્યાદિકને સ્વાધીન થઈ ગયું. પછી તેણે મંત્રીને કહ્યું કે, ગુરૂમહારાજનું સામર્થ્ય અદ્ભુત છે. આવા અસાધ્ય કટને પણ જેણે ધવંતરિની માફક દૂર કર્યું. મેઘ સમાન દષ્ટિવડે ગુરૂમહારાજ જ્યાં સુધી જેતા નથી ત્યાં સુધી જ દેવીઓને કે પાગ્નિ સંપૂર્ણ બળે છે. અહ? હારી ઉપર ગુરૂમહારાજની કઈ અલૈકિક કૃપા છે, વ્યાધ્રથી શિયાળ જેમ હંમેશાં મૃત્યુથી જે કૃપાએ મહારૂં રક્ષણ કર્યું. એમ રાજા ગુરૂમહારાજની બહુસ્તુતિ કરતા હતા, તેટલામાં દુખેથી નિર્ગમનકરવા લાયક રાત્રી પણ પાપશ્રેણિની માફક ક્ષીણ થઈ ગઈ. - પ્રભાત કાળમાં પ્રાત:કાળની ક્રિયા કરી શ્રીમાન કુમારપાલ
For Private And Personal Use Only