________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૪)
શ્રીકુમારપાળચરિત્ર. મૂર્તિમાન વિવેક જેમ પ્રમુદિત થયેલે શ્રીકુમારપાલભૂપતિ
શ્રીહેમચંદ્રસૂરિ પ્રત્યે સુંદર વચન બોલ્યા, ચતુર્વિધર્મ. હે પ્રભે ? સદ્દબુદ્ધિના પ્રવેશ સમાન આપના
ઉપદેશ વડે હે ધર્મનું સ્વરૂપ જાણ્યું, હવે એના ચાર ભેદનું સ્વરૂપ હુને સમજાવે. એ પ્રમાણે રાજર્ષિને પ્રશ્ન સાંભળી સિદ્ધાંત સારના વિજ્ઞાત-જાણકાર એવા સૂરિ શિરોમણિ શ્રીહેમચંદ્રાચાર્ય સુધાસમાન ઉત્કૃષ્ટવાણી વડે કહેવા લાગ્યા, ચાર ગતિમય સંસારરૂપ ઉત્કટ વનને ભાંગવામાં હસ્તી સમાન દાન, શીલ, તપ અને ભાવવડે તે ધમ ચાર પ્રકારનો છે. તેમાં સ્વર્ગ અને મોક્ષનું કારણભૂત જે દાન તે અભય, જ્ઞાન અને ધર્મનાં ઉપકરણરૂપ ભેદથી ત્રણ પ્રકારનું કહ્યું છે. વળી મૃત્યુથી ભય પામેલા પ્રાણુઓનું સંરક્ષણ કરવું તેને પુણ્યશ્રીને વધારવામાં ખાસ તત્ત્વરૂપ પ્રથમ અભયદાન કહ્યું છે. “સુમેરૂથી અન્ય કોઈ સ્થિર નથી, આકાશથી બીજું કોઈ વિશાલ નથી અને સમુદથી અન્ય કેઈ શુદ્ધ નથી તેમજ અભયદાનથી બીજું કોઈ હિત નથી” આગમ અને સૂત્રાર્થના અધ્યાપનાદિ વડે સાધુઓના બોધની જે વૃદ્ધિ થાય તેને વિદ્વાન પુરૂષ જ્ઞાનદાન કહે છે. જેણે અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન જ્ઞાનનો ઉલ્લાસ કર્યો છે તેણે સમસ્ત પદાર્થોનું પ્રકાશ કરનાર ત્રિજુચન આ
યુ એમ જાણવું. જેમના આપવાથી મુનિએનું સાધુપણું સચવાય તેને ધર્મનું અવલંબન હોવાથી ઉત્તમ પ્રકારનું ત્રિપુદાન જાણવું. તેમજ બુદ્ધિમાન પુરૂષે પ્રસન્ન મુખથી આકાંક્ષા રહિત રોમાંચિત થઈ પુણ્યની વૃદ્ધિ માટે સપાત્રને શુદ્ધ અન્નાદિક આપવું. માણિકયરતથી દીપતા સુવર્ણની માફક જેની અંદર ક્રિયા સહિત જ્ઞાન રહ્યું હોય તેને દુર્ગતિપાતનો રક્ષક હોવાથી વિદ્વાન પુરૂષ પાત્ર કહે છે. વળી પાત્ર અપાત્રનો વિચાર કર્યા વિના દયા
For Private And Personal Use Only